View Hymn (Bhajan)

Sr No. 4711 | Date: 22-Apr-20182018-04-22તમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયાhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tamara-uddharatani-vata-ame-karata-gaya-tame-paga-niche-kachadata-gayaતમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયા

કહ્યું અમે એ જ જે એણે કહ્યું, તમે અનાદર એનો કરતા ગયા

આજ્ઞાનું પાલન અમે કરતા ગયા, વિકૃત તમે અમને કહેતા ગયા

સરળતાથી કહ્યું જે હૃદયમાં હતું, તમે ચાલાકીના ખેલ ખેલતા ગયા

ના હતી કાંઈ લેવાદેવા અમને, તમે ત્રાજવું લઈને તોલતા રહ્યા

ચાહ્યું પ્રેમભર્યો વ્યવહાર અમે, તમે નાચ નાચવામાં લાગી ગયા

પડદા હટાવવાની વાત કરી અમે, તમે સંતાકૂકડી ખેલતા રહ્યા

ચાહુયો અમે વધો તમે શુભ્રતા તરફ આગળ, ને ધક્કો તમે અમને મારતા ગયા

આદર-સત્કારથી કર્યો સંગ તમારા વ્યવહારને, તમે દંભમાં રંગાતા ગયા

માગણી તમારી જ હતી સાથે લઈ જવાની, સાથ છોડીને તમે ભાગતા રહ્યા

ભૂલીને બે મીઠા શબ્દ પ્રેમના, કંકાસ હૈયામાં ઊભો તમે કરતા ગયા

‘સમજાતું નથી’, તમે એમ કહ્યું, અમે રાહ શરણાગતિની બતાડતા રહ્યા

ભૂલીને ઓમકારને, હુંકારનો નાદ તમે તો રટતા ગયા

ખાલી થાતા ગયા અમે ત્યારે, તમારાં કર્મો પર છોડતા ગયા

તમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયા
Tamara uddharatani vata ame karata gaya, tame paga niche kachadata gaya

View Original
Increase Font Decrease Font

તમારા ઉદ્ધારતાની વાત અમે કરતા ગયા, તમે પગ નીચે કચડતા ગયા

કહ્યું અમે એ જ જે એણે કહ્યું, તમે અનાદર એનો કરતા ગયા

આજ્ઞાનું પાલન અમે કરતા ગયા, વિકૃત તમે અમને કહેતા ગયા

સરળતાથી કહ્યું જે હૃદયમાં હતું, તમે ચાલાકીના ખેલ ખેલતા ગયા

ના હતી કાંઈ લેવાદેવા અમને, તમે ત્રાજવું લઈને તોલતા રહ્યા

ચાહ્યું પ્રેમભર્યો વ્યવહાર અમે, તમે નાચ નાચવામાં લાગી ગયા

પડદા હટાવવાની વાત કરી અમે, તમે સંતાકૂકડી ખેલતા રહ્યા

ચાહુયો અમે વધો તમે શુભ્રતા તરફ આગળ, ને ધક્કો તમે અમને મારતા ગયા

આદર-સત્કારથી કર્યો સંગ તમારા વ્યવહારને, તમે દંભમાં રંગાતા ગયા

માગણી તમારી જ હતી સાથે લઈ જવાની, સાથ છોડીને તમે ભાગતા રહ્યા

ભૂલીને બે મીઠા શબ્દ પ્રેમના, કંકાસ હૈયામાં ઊભો તમે કરતા ગયા

‘સમજાતું નથી’, તમે એમ કહ્યું, અમે રાહ શરણાગતિની બતાડતા રહ્યા

ભૂલીને ઓમકારને, હુંકારનો નાદ તમે તો રટતા ગયા

ખાલી થાતા ગયા અમે ત્યારે, તમારાં કર્મો પર છોડતા ગયા

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tamārā uddhāratānī vāta amē karatā gayā, tamē paga nīcē kacaḍatā gayā

kahyuṁ amē ē ja jē ēṇē kahyuṁ, tamē anādara ēnō karatā gayā

ājñānuṁ pālana amē karatā gayā, vikr̥ta tamē amanē kahētā gayā

saralatāthī kahyuṁ jē hr̥dayamāṁ hatuṁ, tamē cālākīnā khēla khēlatā gayā

nā hatī kāṁī lēvādēvā amanē, tamē trājavuṁ laīnē tōlatā rahyā

cāhyuṁ prēmabharyō vyavahāra amē, tamē nāca nācavāmāṁ lāgī gayā

paḍadā haṭāvavānī vāta karī amē, tamē saṁtākūkaḍī khēlatā rahyā

cāhuyō amē vadhō tamē śubhratā tarapha āgala, nē dhakkō tamē amanē māratā gayā

ādara-satkārathī karyō saṁga tamārā vyavahāranē, tamē daṁbhamāṁ raṁgātā gayā

māgaṇī tamārī ja hatī sāthē laī javānī, sātha chōḍīnē tamē bhāgatā rahyā

bhūlīnē bē mīṭhā śabda prēmanā, kaṁkāsa haiyāmāṁ ūbhō tamē karatā gayā

‘samajātuṁ nathī', tamē ēma kahyuṁ, amē rāha śaraṇāgatinī batāḍatā rahyā

bhūlīnē ōmakāranē, huṁkāranō nāda tamē tō raṭatā gayā

khālī thātā gayā amē tyārē, tamārāṁ karmō para chōḍatā gayā