View Hymn (Bhajan)
Hymn No. 913 | Date: 10-Aug-19941994-08-101994-08-10પ્રભુ તારા ને મારા વચ્ચે એ આવી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-ne-mara-vachche-e-avi-jaya-chheપ્રભુ તારા ને મારા વચ્ચે એ આવી જાય છે
મારા વિશ્વાસને કમજોર એ કરી જાય છે
તારા મારા વચ્ચેનું અંતર એ તો ખૂબ વધારી જાય છે
આ ડર પ્રભુ જ્યાં મારા દિલમાં ઘર કરી જાય છે
પરિસ્થિતિ ત્યાં તો મારી ખૂબ ખરાબ થઈ જાય છે
ના આ પાર, ના પેલેપાર, મઝધારમાં નૈયા મારી ફસાઈ જાય છે
ક્યારેક ડરાવી, ક્યારેક ગભરાવી મને, શંકાના દરવાજા ખોલી જાય છે
વિશ્વાસના મારા મંદિરને, તૂટવા પર મજબૂર એ કરી જાય છે
મારો ને મારો ડર મારો દુશ્મન બની જાય છે, ત્યારે કરવું શું એ ના સમજાય છે
પ્રભુ કરી કૃપા આ ડરને દૂર કરજે, હૈયામાંથી મારા, મને એ હેરાન ખૂબ કરી જાય છે
પ્રભુ તારા ને મારા વચ્ચે એ આવી જાય છે