View Hymn (Bhajan)
Hymn No. 945 | Date: 26-Aug-19941994-08-261994-08-26સૂરજ ઊગે ને સવાર પડે, પડે સવાર જ્યાં દિનની શરૂઆત ત્યાં થાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=suraja-uge-ne-savara-pade-pade-savara-jyam-dinani-sharuata-tyam-thayaસૂરજ ઊગે ને સવાર પડે, પડે સવાર જ્યાં દિનની શરૂઆત ત્યાં થાય
સૂરજ ઢળે ને સાંજ પડે, પડે સાંજ ત્યાં દિવસનો અંત આવી રે જાય
જીવનમાં આવા તો કેટલા, સવાર સાંજ આવીને રે જાય
તોય એ તો ના કહી શકાય કે, શરૂઆત કેવી રે થાશે દિનની
ને દિનનો અંત આવતા થાશે રે શું, એ ના કહી શકાય
શરૂઆતની થાય જાણ જ્યાં, અંતથી અજાણ ત્યાં રહી જવાય
અંતનો ખ્યાલ આવતા, શરૂઆત કાંઈક અણવિચારી રે થાય
ક્યારેક આની જ ચિંતામાં, રાતની ઊંઘ પણ દૂર ચાલી જાય
તો ક્યારેક એ શરૂઆત કરતા, આળસ રસ્તો રોકી રે જાય
કરતાં રહ્યા જ્યાં આવી ચિંતા, જીવન એમાં વીતી રે જાય
સાંજ ઢળે ક્યારે રે એવી, જે ક્યારેય સવારમાં ના પલટાય
પ્રભુને ના કર્યા યાદ સમય પર, પછી શું પાછળથી પસ્તાય
સૂરજ ઊગે ને સવાર પડે, પડે સવાર જ્યાં દિનની શરૂઆત ત્યાં થાય