આ જગતને પ્રભુ તે બનાવ્યું, તને બનાવનાર કોણ છે, કહી દે પ્રભુ એ કોણ છે?
આખા જગને તું રમાડે, તને રમાડનાર કોણ છે, એ કોણ છે?
આખા જગને પ્રભુ તું તારા ઇશારે નચાવે, તને પોતાના ઇશારે નચાવનાર, એ કોણ છે?
છે તું જગતનો પિતા, તારો પિતા પ્રભુ કોણ છે, એ કોણ છે?
શિખાવે તું અમને બધું બની અમારો ગુરુ, તારા ગુરુ પ્રભુ કોણ છે, એ કોણ છે?
છે તું આ જગનો દાતા, તને આપવાવાળો કોણ છે, એ કોણ છે?
અજ્ઞાન અમારા હૈયેથી તું દૂર કરતો, તને જ્ઞાન આપવાવાળો પ્રભુ, કોણ છે?
અંધકાર બાળનાર પ્રભુ તું છે, તને પ્રકાશ આપનાર કોણ છે, એ કોણ છે?
દુઃખ હરનારો તું છે પ્રભુ, તને સુખ આપવાવાળો કોણ છે, એ કોણ છે?
આપે તું સૌને જીવન, તને મૃત્યુમાંથી ઉગારવાવાળો કોણ છે, એ કોણ છે?
- સંત શ્રી અલ્પા મા
ā jagatanē prabhu tē banāvyuṁ, tanē banāvanāra kōṇa chē, kahī dē prabhu ē kōṇa chē?
ākhā jaganē tuṁ ramāḍē, tanē ramāḍanāra kōṇa chē, ē kōṇa chē?
ākhā jaganē prabhu tuṁ tārā iśārē nacāvē, tanē pōtānā iśārē nacāvanāra, ē kōṇa chē?
chē tuṁ jagatanō pitā, tārō pitā prabhu kōṇa chē, ē kōṇa chē?
śikhāvē tuṁ amanē badhuṁ banī amārō guru, tārā guru prabhu kōṇa chē, ē kōṇa chē?
chē tuṁ ā jaganō dātā, tanē āpavāvālō kōṇa chē, ē kōṇa chē?
ajñāna amārā haiyēthī tuṁ dūra karatō, tanē jñāna āpavāvālō prabhu, kōṇa chē?
aṁdhakāra bālanāra prabhu tuṁ chē, tanē prakāśa āpanāra kōṇa chē, ē kōṇa chē?
duḥkha haranārō tuṁ chē prabhu, tanē sukha āpavāvālō kōṇa chē, ē kōṇa chē?
āpē tuṁ saunē jīvana, tanē mr̥tyumāṁthī ugāravāvālō kōṇa chē, ē kōṇa chē?
|