View Hymn (Bhajan)
Hymn No. 4550 | Date: 14-Sep-20162016-09-142016-09-14થાકનું નામ વિશ્વાસ નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thakanum-nama-vishvasa-nathiથાકનું નામ વિશ્વાસ નથી
નિરાશાનું નામ વિશ્વાસ નથી
હારી-થાકીને માનવું એ વિશ્વાસ નથી
વિશ્વાસ એ નામ છે પૂર્ણ શાંતિનું
વિશ્વાસ એ નામ છે પૂર્ણ આનંદનું
વિશ્વાસ એ નામ છે પૂર્ણ તાજગીનું
વિશ્વાસ એ છે જે તનબદનમાં સ્ફૂર્તિ ફેલાવે છે
વિશ્વાસ એ છે જે નિર્જીવને જીવંત બનાવે છે
વિશ્વાસ એ છે જે હારેલી બાજી જીતાડે છે
વિશ્વાસ એ છે જે સહરામાં ફૂલ ખિલાવે છે
વિશ્વાસ એ છે જે ચાહે તે પામે છે
વિશ્વાસ એ છે જે વિશ્વાસ ચલાવે છે
વિશ્વાસ એ છે જે ચેતનવંતું બનાવે છે
વિશ્વાસ એ છે જે નિર્મળને નિખાલસ બનાવે છે
વિશ્વાસ એ છે જે નવા નવા રસ્તા ખોલે છે
વિશ્વાસ એ છે જે હૃદયના તારા તારમાં બોલે છે
વિશ્વાસ એ છે જે જીવનમાંથી આક્રંદ મટાવે છે
વિશ્વાસ એ છે જે બધું જ પ્રાપ્ત કરાવે છે
વિશ્વાસ એ છે જે સ્થિરતા પ્રભુમાં અપાવે છે
વિશ્વાસ એ છે જે ભવોભવના ફેરા મિટાવે છે
વિશ્વાસ એ છે જે ઉમંગે નવડાવે છે
વિશ્વાસ એ છે જે કઠણમાં કઠણ કાર્ય પાર પાડે છે
વિશ્વાસ એ છે જે સઘળી દુવિધા મટાડે છે
વિશ્વાસ એ છે જે જીવનને જીવન બનાવે છે
વિશ્વાસ એ છે જે અંતમાંથી અનંતમાં પરિવર્તિત કરે છે
થાકનું નામ વિશ્વાસ નથી