તૂટતા શ્વાસોને મારા જોડ્યા, ઓ પ્રભુ, જોડ્યા
તોય તેં તો ના માગ્યો, પ્રભુ, તેં તો ના માગ્યો તારો અધિકાર
પ્રભુ, કેમ કરી માનું, કેમ કરી માનું, તારો રે આભાર
તૂટતી દોરીને મારી, સાંધી, ગાંઠ ના એમાં બાંધી - કેમ કરી માનું...
મારા બાંધેલા કર્મોને તોડ્યા, તેં તો છોડ્યા - કેમ કરી માનું...
જીવનમાં જીવન દીધું, તેં તો ઝેરને અમૃત કીધું - કેમ કરી માનું...
મારા કષ્ટ દૂર તેં તો કીધા, રાહમાં ફૂલડાં બિછાવી દીધાં - કેમ કરી માનું...
આશાનો દીપ પ્રગટાવી, નિરાશાને દીધી હટાવી - કેમ કરી માનું...
હટાવી વિકારોને હૈયેથી, શુભ ભાવ એમાં ભરી દીધા - કેમ કરી માનું ...
જીવનની બુઝતી જ્યોત જલાવી, મારી ડૂબતી નાવને પાર લગાડી - કેમ કરી માનું ...
- સંત શ્રી અલ્પા મા
tūṭatā śvāsōnē mārā jōḍyā, ō prabhu, jōḍyā
tōya tēṁ tō nā māgyō, prabhu, tēṁ tō nā māgyō tārō adhikāra
prabhu, kēma karī mānuṁ, kēma karī mānuṁ, tārō rē ābhāra
tūṭatī dōrīnē mārī, sāṁdhī, gāṁṭha nā ēmāṁ bāṁdhī - kēma karī mānuṁ...
mārā bāṁdhēlā karmōnē tōḍyā, tēṁ tō chōḍyā - kēma karī mānuṁ...
jīvanamāṁ jīvana dīdhuṁ, tēṁ tō jhēranē amr̥ta kīdhuṁ - kēma karī mānuṁ...
mārā kaṣṭa dūra tēṁ tō kīdhā, rāhamāṁ phūlaḍāṁ bichāvī dīdhāṁ - kēma karī mānuṁ...
āśānō dīpa pragaṭāvī, nirāśānē dīdhī haṭāvī - kēma karī mānuṁ...
haṭāvī vikārōnē haiyēthī, śubha bhāva ēmāṁ bharī dīdhā - kēma karī mānuṁ ...
jīvananī bujhatī jyōta jalāvī, mārī ḍūbatī nāvanē pāra lagāḍī - kēma karī mānuṁ ...
|
Explanation in English
|
|
You mended my failing breaths, O Lord, You mended them;
And yet, You never demanded, O Lord, You never demanded Your rightful authority over me.
O Lord, how can I ever express, how can I ever express my gratitude to You?
You stitched together the fraying thread of my life without leaving a single scar or knot; how can I ever express...
You shattered the shackles of my bound past actions and set me completely free; how can I ever express...
You breathed true life into my existence and transformed absolute poison into nectar; how can I ever express...
You banished all my deepest miseries and lined my path with beautiful flowers; how can I ever express...
Igniting the lamp of hope within me, You drove all darkness of despair away; how can I ever express...
Cleansing all negative impurities from my heart, You filled it with pure, noble intentions; how can I ever express...
You rekindled the dying flame of my life and safely brought my sinking boat to the shore; how can I ever express...
|