ઊભા રહેજો તમે સીધા ને સીધા અરે ઓ ગિરધારી,
ચાલો છો વાંકી રે ચાલ, ચાલજો ના ચાલ તમે વાંકીચૂકી ચાલ સાથે અમારી,
રહેવા ના દીધા વાળ તમે સીધા, વાળ પણ વાંકડિયા
વાંકીચૂકી ચાલ ચાલી, દેજો ના અમારી બુદ્ધિને ભરમાવી,
ના કરતા ઇન્કાર તમે, દેજો દેજો તમે અમને તમારામાં સમાવી,
નજરમાંથી અમારી હટાવી દેજો માયાના પડળ ભારી,
ના ચાલજો ઉલટી ચાલ તમે તો સંગ અમારી,
સીધા સીધા અમે તો સીધા, અમને ના બનાવજો તમે રે વાંકા,
બાંસુરી ના સૂર છેડીને પ્રીતની ધૂન દેજો અમારામાં જગાડી,
ખેલશું ખેલ સંગ તમારી, વાળીને વાંકા ના કરજો કોઈ અવળી મહેરબાની .
- સંત શ્રી અલ્પા મા
ūbhā rahējō tamē sīdhā nē sīdhā arē ō giradhārī,
cālō chō vāṁkī rē cāla, cālajō nā cāla tamē vāṁkīcūkī cāla sāthē amārī,
rahēvā nā dīdhā vāla tamē sīdhā, vāla paṇa vāṁkaḍiyā
vāṁkīcūkī cāla cālī, dējō nā amārī buddhinē bharamāvī,
nā karatā inkāra tamē, dējō dējō tamē amanē tamārāmāṁ samāvī,
najaramāṁthī amārī haṭāvī dējō māyānā paḍala bhārī,
nā cālajō ulaṭī cāla tamē tō saṁga amārī,
sīdhā sīdhā amē tō sīdhā, amanē nā banāvajō tamē rē vāṁkā,
bāṁsurī nā sūra chēḍīnē prītanī dhūna dējō amārāmāṁ jagāḍī,
khēlaśuṁ khēla saṁga tamārī, vālīnē vāṁkā nā karajō kōī avalī mahērabānī .
|