View Hymn (Bhajan)
Hymn No. 4109 | Date: 28-Apr-20012001-04-282001-04-28ઝાલીને જિંદગીના હાથ આગળ વધવું છે અમનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaline-jindagina-hatha-agala-vadhavum-chhe-amaneઝાલીને જિંદગીના હાથ આગળ વધવું છે અમને,
પણ મોતના એ સૂસવાટ સમસમાવી રહ્યા છે અમને.
સફળતા ના સાગરમાં પૂરેપૂરું ડૂબવું છે અમને,
પણ અસફળતાના એ મોજા હડસેલી રહ્યાં છે અમને.
શાંતિના એ શુદ્ધ જળથી શાંતિ પામવી છે અમને,
પણ અશાંતિના એ છંટકાર દઝાવી રહ્યાં છે અમને.
જાણવા ખુદના સ્વરૂપને બેકરાર છીએ તો અમે,
માયાની એ ભૂતાવળ ભરમાવી રહી છે અમને.
ઝાલીને જિંદગીના હાથ આગળ વધવું છે અમને