View Hymn (Bhajan)
Hymn No. 2547 | Date: 04-Aug-19981998-08-041998-08-04ઊઠે છે દિલમાં શંકા, હર કોઈ સમાધાન એનું ચાહે છે, પણ પોતાની શરતોથી ના બહાર આવે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=uthe-chhe-dilamam-shanka-hara-koi-samadhana-enum-chahe-chhe-pana-potaniઊઠે છે દિલમાં શંકા, હર કોઈ સમાધાન એનું ચાહે છે, પણ પોતાની શરતોથી ના બહાર આવે છે
હકીકતોને પચાવ્યાની તૈયારી વગર, હકીકતોને પણ શરતોથી બાંધવા ચાહે છે
પોતાના ધાર્યા પ્રમાણે મળે જવાબ તો માન્યું, નહીં તો પાછી શંકા એમાં જગાવે છે
આ છે માનવના મનની વાત, એની તીવ્રતા પ્રમાણે હરકોઈ અહીંયા ચાલે છે
ચાહે છે તો હરકોઈ ઉપર ઉઠવા, પણ કોણ પોતાના આપામાંથી બહાર આવે છે
મનગમતો મળે જવાબ તો વાંધે નહીં, બાકી તો અંજામથી ગભરાય છે
રીત નથી આ નવી, વર્ષોથી આ રશમ તો ચાલતી આવી છે
મૂક્ત થવા નિકળ્યો આ માનવી, બંધનોથી સહુને બાંધવા ચાહે છે
બંધનોને ગણી મુક્તિ, ખુદને મૂક્ત સદાય માને છે, મુક્ત સદા સમજે છે
છે હરએક મનની અલગ વ્યથા, કહેવા બેસીએ તો સમય પણ ઘટે છે
ઊઠે છે દિલમાં શંકા, હર કોઈ સમાધાન એનું ચાહે છે, પણ પોતાની શરતોથી ના બહાર આવે છે