View Hymn (Bhajan)
Sr No. 4805 | Date: 05-Mar-20192019-03-052019-03-05વિચારોમાં વર્તન કે, ભાવોમાં નર્તન કરેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vicharomam-vartana-ke-bhavomam-nartana-kareવિચારોમાં વર્તન કે, ભાવોમાં નર્તન કરે
આખા જગતનો નાથ, જગતમાં રહીને તાતા થૈથૈ કરે
સ્થૂળ જગતમાં જાણે, સ્પંદન ભરે આખા જગતનો...
નયનોથી નર્તન કરે ને દિલ લુભાવે એવાં વર્તન કરે
જડ આ જગતનો તો, જાણે ચેતનથી એ ભરે
વિચારો ને વાણીથી વ્યક્ત કરે, ખુદ જ ખુદના દર્શન કરે
ખેલ જોવા બેસે જો કોઈ, એના હાસ્યથી જીવન ભરે
ખુદ જ નાખે ખુદને ભ્રમણમાં, ખુદ જ ખુદને ભ્રમણામુક્ત કરે
ખેલ ખેલે એ તો એવા, નિત્ય નવા નવા દાવપેચ રમે
આનંદ ને પ્રેમના ઉછાળાની ઉર્મિથી આ જગતને ભરે ...
ક્યારે ભરતનાટ્યમ, ક્યારે કથક, તાંડવ તો એ હરપળ કરે
વિચારોમાં વર્તન કે, ભાવોમાં નર્તન કરે