વિશ્વ મારું જ્યાં મારામાં ને મારામાં સમાયું, મારું વિશ્વ બની ગયું ત્યાં સાંકડું,
પ્રેમને પ્રેમ હું દેતો ગયો જ્યાં, જગ વિશ્વ બની ગયું મારું ફાંકડું,
સમજાયું મને જ્યાં છે બધા મારા ને મારા, નથી કોઈ પારકું,
જીવન જીવવું સરળ બન્યું, ના લાગ્યું મારું જીવન મને આકરું,
તારા પ્રેમે આપી આંખો મને, નહીં તો હતું જીવન મારું આંધળું,
આપીને અવળા સંજોગો, પ્રભુ તેં તો લીધું મારું પારખું,
ના સમજાયું જે પહેલા મને, આજ એજ મને તું સમજાવતો,
મટી તારી માયા જ્યાં નજરમાંથી ત્યાં વિશ્વ છે ફાંકડું,
વિશાળતા આપી હૈયે, ત્યાં લાગ્યું છે બધું આપણું,
મટી સઘળી દુવિધા હૈયેથી જ્યાં મટ્યું બધું.
- સંત શ્રી અલ્પા મા
viśva māruṁ jyāṁ mārāmāṁ nē mārāmāṁ samāyuṁ, māruṁ viśva banī gayuṁ tyāṁ sāṁkaḍuṁ,
prēmanē prēma huṁ dētō gayō jyāṁ, jaga viśva banī gayuṁ māruṁ phāṁkaḍuṁ,
samajāyuṁ manē jyāṁ chē badhā mārā nē mārā, nathī kōī pārakuṁ,
jīvana jīvavuṁ sarala banyuṁ, nā lāgyuṁ māruṁ jīvana manē ākaruṁ,
tārā prēmē āpī āṁkhō manē, nahīṁ tō hatuṁ jīvana māruṁ āṁdhaluṁ,
āpīnē avalā saṁjōgō, prabhu tēṁ tō līdhuṁ māruṁ pārakhuṁ,
nā samajāyuṁ jē pahēlā manē, āja ēja manē tuṁ samajāvatō,
maṭī tārī māyā jyāṁ najaramāṁthī tyāṁ viśva chē phāṁkaḍuṁ,
viśālatā āpī haiyē, tyāṁ lāgyuṁ chē badhuṁ āpaṇuṁ,
maṭī saghalī duvidhā haiyēthī jyāṁ maṭyuṁ badhuṁ.
|