View Hymn (Bhajan)
Hymn No. 1805 | Date: 08-Oct-19961996-10-081996-10-08યુગ બદલાશે, વિચાર બદલાશે, બદલાતા આ જગમાં બધું બદલાશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=yuga-badalashe-vichara-badalashe-badalata-a-jagamam-badhum-badalasheયુગ બદલાશે, વિચાર બદલાશે, બદલાતા આ જગમાં બધું બદલાશે
પણ રાખજે એક વાત સદા યાદ મારી, પ્રભુ તો કદી ના બદલાશે
તારું મન બદલાશે, તારા વિચાર બદલાશે, તારું દિલ બદલાશે, તારા ભાવ બદલાશે
પરિવર્તન તો છે આ જગનો નિયમ, પરિવર્તન તો આ સતત ચાલતું રહેશે
પણ પ્રભુ તો એવો ને એવો જ રહેશે, ના એ કદી બદલાશે
પ્રેમનો સાગર છે એ તો, યુગ બદલાતા વૈરનો સાગર નહીં એ બનશે
છે એ તો આનંદસાગર, એ તો સતત પોતાના આનંદમાં જ રહેશે
તું પોતે બદલાઈશ, તારા વ્યવહાર બદલાશે, તારા સંજોગો બદલાશે
પ્રભુનો તો છે એક જ વ્યવહાર, પ્યારનો, જે કદીયે ના બદલાશે
છે સ્થિરતા એક જ પ્રભુ, એના વિના તને અસ્થિરતા જ બધે મળશે
યુગ બદલાશે, વિચાર બદલાશે, બદલાતા આ જગમાં બધું બદલાશે