View Hymn (Bhajan)
Hymn No. 1014 | Date: 12-Oct-19941994-10-121994-10-12અનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhava-chhatam-jivanamam-jyam-ghanum-ghanum-na-samajaya-reઅનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રે
થયેલા અનુભવમાં એ શંકા જગાવી જાય રે, તો ક્યારેક મુર્ખતાનું પ્રદર્શન કરાવી જાય રે
અનુભવે અનુભવે, જ્ઞાન ના આવે જ્યાં જીવનમાં રે
જીવનની અમૂલ્યતા છે શું, એ જીવનમાં ના સમજાય રે
થાય મુલાકાત જે સમજવા કાજે કોઈની સંગ રે
મુલાકાત પછી પણ જો વાત એ ના સમજાય રે, મુલાકાત એ નકામી બની જાય રે
જીવનની હરએક વાતમાં જ્યાં, અશ્રદ્ધા હૈયામાં જાગી જાય રે
જીવનમાં ત્યારે હર કામ, અધૂરું ને અધૂરું રહી જાય રે
વિશ્વાસ જ્યાં ઘટતો ને ઘટતો જાય પોતાના પરથી રે
સફળતા ત્યાં દૂર ને દૂર જાતી જાય રે, કાર્ય સંપૂર્ણ ત્યાં ના થાય રે
અનુભવ છતાં જીવનમાં, જ્યાં ઘણું ઘણું ના સમજાય રે