MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1885 | Date: 25-Nov-19961996-11-25પ્રભુ છે જ્યાં તારો પ્યાર મારી સાથમાં, ત્યાં મને કોઈ ડર નથી કોઈ ફિકર નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-jyam-taro-pyara-mari-sathamam-tyam-mane-koi-dara-nathi-koiપ્રભુ છે જ્યાં તારો પ્યાર મારી સાથમાં, ત્યાં મને કોઈ ડર નથી કોઈ ફિકર નથી

પ્રભુ છે તારો પ્યાર એવો કે મને, ક્ષણભર બી દુઃખી થાવા દેતો નથી

મદહોશી ને મીઠી મસ્તી સિવાય, એ જીવનમાં મને બીજું કાંઈ દેતો નથી

આપે છે એ તો સ્વર્ગનું સુખ મને, મારાં દુઃખદર્દને હર્યા વિના રહેતો નથી

પ્રભુ પામ્યો હું તારો પ્યાર, છે એ તારો ઉપકાર, બાકી બીજું કાંઈ નથી

આપી યોગ્યતા તેં મને પ્રભુ, એ તારા પ્યાર વિના બીજું કાંઈ નથી

છે સાથમાં તારો પ્યાર પ્રભુ, ત્યાં રાહ ભૂલી ભટકવાનો કોઈ ડર નથી

તારો પ્યાર પ્રભુ મને મંઝિલના દ્વાર સુધી, પહોંચાડ્યા વિના રહેવાનો નથી

પ્રભુ છે તારો પ્યાર એવો કે મને, કોઈ મૂંઝવણ મૂંઝવી શકતી નથી

કરું યાદ જ્યાં તને પ્રભુ સાચા દિલથી, ત્યાં સાક્ષાત્કાર કરાવ્યા વિના રહેતો નથી

પ્રભુ છે જ્યાં તારો પ્યાર મારી સાથમાં, ત્યાં મને કોઈ ડર નથી કોઈ ફિકર નથી
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu chē jyāṁ tārō pyāra mārī sāthamāṁ, tyāṁ manē kōī ḍara nathī kōī phikara nathī

prabhu chē tārō pyāra ēvō kē manē, kṣaṇabhara bī duḥkhī thāvā dētō nathī

madahōśī nē mīṭhī mastī sivāya, ē jīvanamāṁ manē bījuṁ kāṁī dētō nathī

āpē chē ē tō svarganuṁ sukha manē, mārāṁ duḥkhadardanē haryā vinā rahētō nathī

prabhu pāmyō huṁ tārō pyāra, chē ē tārō upakāra, bākī bījuṁ kāṁī nathī

āpī yōgyatā tēṁ manē prabhu, ē tārā pyāra vinā bījuṁ kāṁī nathī

chē sāthamāṁ tārō pyāra prabhu, tyāṁ rāha bhūlī bhaṭakavānō kōī ḍara nathī

tārō pyāra prabhu manē maṁjhilanā dvāra sudhī, pahōṁcāḍyā vinā rahēvānō nathī

prabhu chē tārō pyāra ēvō kē manē, kōī mūṁjhavaṇa mūṁjhavī śakatī nathī

karuṁ yāda jyāṁ tanē prabhu sācā dilathī, tyāṁ sākṣātkāra karāvyā vinā rahētō nathī

Increase Font Decrease Font

Explanation in English
O God, when your love is with me, then I have no fear, no worry.

O God, your love is such that it does not keep me unhappy even for a moment.

Apart from intoxication and a sweet mischief, it does not give me anything else in life.

It gives me the comfort of heaven; it takes away all my suffering and pain.

O God, I got your love due to your grace, it is not due to anything else.

O God, you made me capable; it is only due to your love.

O God, when your love is with me, then I am not scared of losing my way in life.

O God, your love is going to take me to the doorstep of my goal.

O God, your love is such that no worries can ever harass me.

O God, when I remember you with a true heart, then it makes me experience you.