1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું
Sr No. 2 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું, જગત એટલે શું, પ્રભુ એટલે શું? સમયના વહેતા પ્રવાહમાં, ધીરે-ધીરે, થોડું-થોડું સમજાતું ગયું. જ્યારે લાગ્યું કે આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે, ત્યારે પાછો એક તર્ક જાગ્યો કે એ કેવા હશે? ખરેખર શું ભગવાન જેવું કાંઈક છે કે નહીં?

જ્યાં જગતમાં મારા જેવા અજ્ઞાનીઓ હોય છે, ત્યાં જ્ઞાનીઓ પણ વસતા જ હોય છે અને પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરતા રહે છે. જ્યારે મેં પ્રત્યક્ષ અનુભવ લીધા, ત્યારે મને સમજાયું કે આ દુનિયામાં કાંઈક દિવ્ય શક્તિ જેવું છે. ખરેખર મને ખબર પડી કે સર્વવ્યાપકતા જેવું આ જગતમાં કાંઈક રહેલું છે. દુઃખીના દુઃખ હરનાર, અનાથનો નાથ, નિરાધારનો આધાર જેવું કાંઈક છે. છતાં પણ એ સમર્થતાને સ્વીકારવી સહેલી નથી. પ્રત્યક્ષ દર્શન અને અનુભવ છતાં પણ વિશ્વાસ લાવવો અને શ્રદ્ધા પ્રગટાવવી, એ મારા જેવા માટે બહુ કઠિન કાર્ય છે. જીવનમાં વિશ્વાસ અને ભરોસાને ઓળખતાં જ જાગૃતિ થાય છે કે એ શું છે. એની જાણ થાત, તો ખબર પડત કે જીવન એક જાદુના ખેલ જેવું જ છે.

મેં તો માની લીધેલું કે ખાવું-પીવું, એશોઆરામ, અહં પોષવો અને વિષય-કષાયોમાં રાચતા રહેવું, ન આજનો વિચાર કે ન તો કાલની ખબર, એ જ જીવન છે. પછી તો ક્ષણનો હિસાબ જ ક્યાં? ક્યાં છે મારું ઉગમબિંદુ અને ક્યાં છે અસ્ત? એનો તો વિચાર જ નહીં. પણ આ બધું કર્યા છતાં પણ એક બેચેની રહેતી હતી, જેને મેં ગણકારી નહોતી. ક્યારેક-ક્યારેક અચાનક એવા સવાલો ઊઠતા કે હું કોણ છું, અહીં શા માટે આવી છું અને અહીં આવવાનું ધ્યેય શું છે? આ વિચારો મને હચમચાવી નાખતા, પણ આડંબરથી જીવવાની આદતને લીધે મને આ બધું ભૂલવામાં વધુ વાર લાગતી નહીં. આવા વિચારોનો વંટોળ ક્યારે આવતો ને ચાલ્યો જતો, એનું ભાન સુધ્ધાં મને રહેતું નહીં.

જીવનરૂપી નાવ ક્યાં, ક્યારે અને કેવી રીતે કિનારો ગોતી લે છે, એ ન તો આજ સુધી કોઈએ જાણ્યું છે, ન તો કોઈ જાણી શકવાનું છે. મનુષ્યના જીવનમાં ક્યારે કઈ ઘટના બનવાની છે, એની કલ્પના સુધ્ધાં હોતી નથી. એવો જ કાંઈક મારા જીવનમાં મોડ આવ્યો કે જે વિષય વિશે હું કાંઈ જાણતી નહોતી, પણ એને જાણવાની ઈચ્છા રહેતી, એવો વિષય મારી સમક્ષ આવી ઊભો રહ્યો, જેમાં મારી ખાસ કાંઈ રુચિ ન હતી. પણ જીવનમાં ક્યારે કઈ વસ્તુ સ્વીકારવી પડશે અને કયો વિષય રસમય બનશે, એની ખબર નથી પડતી. બસ એવી જ રીતે કાંઈક ચમત્કારની જેમ જીવનનો પથ બદલાયો અને હું ખોટા રસ્તાઓ છોડી, સાચા રસ્તાઓ પર આવી. કોઈકે (એટલે કે મારા ગુરુએ) મને પથની ઓળખાણ આપી, સાચા રસ્તાની જાણ આપી, જીવનમાં શું સમર્થ છે અને શું અસમર્થ, એ સમજાવ્યું. ખરેખર તેમના મારા ઉપર લાખ-લાખ ઉપકાર છે કે તેમણે મને સાચા રસ્તાની અને સાચા માર્ગની ઓળખ કરાવી. મંઝિલ અને ધ્યેય વગરના જીવનને નવી દિશા આપી. જીવન જીવવાની સાચી લગન લગાવી અને મંઝિલને પ્રાપ્ત કરવાની સાચી ઝંખના જગાવી.

મને જીવનના વીતેલા સમય પર પસ્તાવો થયો. ખોઈ નાખેલી વ્યર્થ પળો પર નજર નાખતાં ખરેખર મારું હૈયું થોડું કકળી ઊઠયું, પણ સમજાવવાથી સમજાયું કે વીતેલી વ્યર્થ ક્ષણો પાછળ આવેલી નવી ક્ષણોને વ્યર્થ ન કરો. જીવનને ચિંતા અને ઉપાધિમાંથી મુક્ત કરી, સુંદર રીતે અને આનંદથી જીવો.

જીવનનો મતલબ તમને પોતાની રીતે સમજાતો જશે. આ જગતમાં એવા અરિહંતો હજી બિરાજમાન છે, જેમણે કેટલાય દુઃખો અને કષ્ટો સહન કર્યા, અપમાન સહન કર્યું, છતાં પણ તેઓ હસતાં-હસતાં જ રહ્યાં છે અને બધાને આનંદ આપતા જ રહ્યાં છે. ઝેર પોતે પીને, બીજાને અમૃત પાતા રહ્યાં છે.

આ બધું તો આજની તારીખમાં હજી પણ એટલું જ સત્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે, ત્યાં સુધી આવા ભાવો પણ રહેવાના છે. મનુષ્ય જીવનમાં જો એકવાર સાચા સુખનો અનુભવ કરી જાય, એકવાર સાચા આનંદમાં લીન બની જાય, તો એને આ શારીરિક અને સામાજિક આનંદ એક છળ અને કપટ સિવાય બીજું કાંઈ લાગતું જ નથી. પણ સાચા સુખને પામવું બહુ કઠિન છે. એને જીવનના આચરણમાં લાવવું સહેલું નથી. દુન્યવી આનંદમાં રંગાતાં વાર નહીં લાગે, ખોટી માયામાં ફસાતાં વાર નહીં લાગે, પણ સાચું આચરણ આચરવું, એ જીવનમાં ખાંડાની ધાર પર ચાલવા જેવું હોય છે. જીવનને સમજવું, એને સાર્થક કરવું, એ શબ્દોમાં આલેખી શકાય તેમ નથી. એમાં પૂરી સમર્થતા, યોગ્યતા અને સ્પષ્ટતાની જરૂર હોય છે. એ બધું બસ ગુરુ જ આપી શકે છે. સમર્થતા તો પ્રભુ જ બક્ષે છે. પ્રભુમય બનવું, એ સોનાને તપાવી, એનામાંથી શુદ્ધ સોનું બહાર કાઢવા જેવું છે. એ તો હજી પણ સહેલું હશે, કારણ કે રેણ અને કસ કાઢવા એટલા અઘરા નહીં હોય, જેટલું પ્રભુમય બનવું.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

jīvanamāṁ manē kyārēka vicāra āvatō kē ā jīvana ēṭalē śuṁ, jagata ēṭalē śuṁ, prabhu ēṭalē śuṁ? samayanā vahētā pravāhamāṁ, dhīrē-dhīrē, thōḍuṁ-thōḍuṁ samajātuṁ gayuṁ. jyārē lāgyuṁ kē ā sr̥ṣṭinā sarjanahāra prabhu chē, tyārē pāchō ēka tarka jāgyō kē ē kēvā haśē? kharēkhara śuṁ bhagavāna jēvuṁ kāṁīka chē kē nahīṁ?

jyāṁ jagatamāṁ mārā jēvā ajñānīō hōya chē, tyāṁ jñānīō paṇa vasatā ja hōya chē anē pōtānā jñānanō prakāśa pātharatā rahē chē. jyārē mēṁ pratyakṣa anubhava līdhā, tyārē manē samajāyuṁ kē ā duniyāmāṁ kāṁīka divya śakti jēvuṁ chē. kharēkhara manē khabara paḍī kē sarvavyāpakatā jēvuṁ ā jagatamāṁ kāṁīka rahēluṁ chē. duḥkhīnā duḥkha haranāra, anāthanō nātha, nirādhāranō ādhāra jēvuṁ kāṁīka chē. chatāṁ paṇa ē samarthatānē svīkāravī sahēlī nathī. pratyakṣa darśana anē anubhava chatāṁ paṇa viśvāsa lāvavō anē śraddhā pragaṭāvavī, ē mārā jēvā māṭē bahu kaṭhina kārya chē. jīvanamāṁ viśvāsa anē bharōsānē ōlakhatāṁ ja jāgr̥ti thāya chē kē ē śuṁ chē. ēnī jāṇa thāta, tō khabara paḍata kē jīvana ēka jādunā khēla jēvuṁ ja chē.

mēṁ tō mānī līdhēluṁ kē khāvuṁ-pīvuṁ, ēśōārāma, ahaṁ pōṣavō anē viṣaya-kaṣāyōmāṁ rācatā rahēvuṁ, na ājanō vicāra kē na tō kālanī khabara, ē ja jīvana chē. pachī tō kṣaṇanō hisāba ja kyāṁ? kyāṁ chē māruṁ ugamabiṁdu anē kyāṁ chē asta? ēnō tō vicāra ja nahīṁ. paṇa ā badhuṁ karyā chatāṁ paṇa ēka bēcēnī rahētī hatī, jēnē mēṁ gaṇakārī nahōtī. kyārēka-kyārēka acānaka ēvā savālō ūṭhatā kē huṁ kōṇa chuṁ, ahīṁ śā māṭē āvī chuṁ anē ahīṁ āvavānuṁ dhyēya śuṁ chē? ā vicārō manē hacamacāvī nākhatā, paṇa āḍaṁbarathī jīvavānī ādatanē līdhē manē ā badhuṁ bhūlavāmāṁ vadhu vāra lāgatī nahīṁ. āvā vicārōnō vaṁṭōla kyārē āvatō nē cālyō jatō, ēnuṁ bhāna sudhdhāṁ manē rahētuṁ nahīṁ.

jīvanarūpī nāva kyāṁ, kyārē anē kēvī rītē kinārō gōtī lē chē, ē na tō āja sudhī kōīē jāṇyuṁ chē, na tō kōī jāṇī śakavānuṁ chē. manuṣyanā jīvanamāṁ kyārē kaī ghaṭanā banavānī chē, ēnī kalpanā sudhdhāṁ hōtī nathī. ēvō ja kāṁīka mārā jīvanamāṁ mōḍa āvyō kē jē viṣaya viśē huṁ kāṁī jāṇatī nahōtī, paṇa ēnē jāṇavānī īcchā rahētī, ēvō viṣaya mārī samakṣa āvī ūbhō rahyō, jēmāṁ mārī khāsa kāṁī ruci na hatī. paṇa jīvanamāṁ kyārē kaī vastu svīkāravī paḍaśē anē kayō viṣaya rasamaya banaśē, ēnī khabara nathī paḍatī. basa ēvī ja rītē kāṁīka camatkāranī jēma jīvananō patha badalāyō anē huṁ khōṭā rastāō chōḍī, sācā rastāō para āvī. kōīkē (ēṭalē kē mārā guruē) manē pathanī ōlakhāṇa āpī, sācā rastānī jāṇa āpī, jīvanamāṁ śuṁ samartha chē anē śuṁ asamartha, ē samajāvyuṁ. kharēkhara tēmanā mārā upara lākha-lākha upakāra chē kē tēmaṇē manē sācā rastānī anē sācā mārganī ōlakha karāvī. maṁjhila anē dhyēya vagaranā jīvananē navī diśā āpī. jīvana jīvavānī sācī lagana lagāvī anē maṁjhilanē prāpta karavānī sācī jhaṁkhanā jagāvī.

manē jīvananā vītēlā samaya para pastāvō thayō. khōī nākhēlī vyartha palō para najara nākhatāṁ kharēkhara māruṁ haiyuṁ thōḍuṁ kakalī ūṭhayuṁ, paṇa samajāvavāthī samajāyuṁ kē vītēlī vyartha kṣaṇō pāchala āvēlī navī kṣaṇōnē vyartha na karō. jīvananē ciṁtā anē upādhimāṁthī mukta karī, suṁdara rītē anē ānaṁdathī jīvō.

jīvananō matalaba tamanē pōtānī rītē samajātō jaśē. ā jagatamāṁ ēvā arihaṁtō hajī birājamāna chē, jēmaṇē kēṭalāya duḥkhō anē kaṣṭō sahana karyā, apamāna sahana karyuṁ, chatāṁ paṇa tēō hasatāṁ-hasatāṁ ja rahyāṁ chē anē badhānē ānaṁda āpatā ja rahyāṁ chē. jhēra pōtē pīnē, bījānē amr̥ta pātā rahyāṁ chē.

ā badhuṁ tō ājanī tārīkhamāṁ hajī paṇa ēṭaluṁ ja satya chē. jyāṁ sudhī ā sr̥ṣṭi chē, tyāṁ sudhī āvā bhāvō paṇa rahēvānā chē. manuṣya jīvanamāṁ jō ēkavāra sācā sukhanō anubhava karī jāya, ēkavāra sācā ānaṁdamāṁ līna banī jāya, tō ēnē ā śārīrika anē sāmājika ānaṁda ēka chala anē kapaṭa sivāya bījuṁ kāṁī lāgatuṁ ja nathī. paṇa sācā sukhanē pāmavuṁ bahu kaṭhina chē. ēnē jīvananā ācaraṇamāṁ lāvavuṁ sahēluṁ nathī. dunyavī ānaṁdamāṁ raṁgātāṁ vāra nahīṁ lāgē, khōṭī māyāmāṁ phasātāṁ vāra nahīṁ lāgē, paṇa sācuṁ ācaraṇa ācaravuṁ, ē jīvanamāṁ khāṁḍānī dhāra para cālavā jēvuṁ hōya chē. jīvananē samajavuṁ, ēnē sārthaka karavuṁ, ē śabdōmāṁ ālēkhī śakāya tēma nathī. ēmāṁ pūrī samarthatā, yōgyatā anē spaṣṭatānī jarūra hōya chē. ē badhuṁ basa guru ja āpī śakē chē. samarthatā tō prabhu ja bakṣē chē. prabhumaya banavuṁ, ē sōnānē tapāvī, ēnāmāṁthī śuddha sōnuṁ bahāra kāḍhavā jēvuṁ chē. ē tō hajī paṇa sahēluṁ haśē, kāraṇa kē rēṇa anē kasa kāḍhavā ēṭalā agharā nahīṁ hōya, jēṭaluṁ prabhumaya banavuṁ.
Explanation in English Increase Font Decrease Font

Sometimes in life, a thought would cross my mind: what is this life, what is this world, and who is God? In the flowing stream of time, slowly and gradually, I began to understand a little. When I felt that God is the creator of this universe, a logical question arose again: what must He be like? Is there really something like God or not?

Just as there are ignorant people like me in this world, wise people also dwell here, continuously spreading the light of their knowledge. When I gained direct personal experiences, I realized that there is indeed some divine power in this world. I truly came to know that something like omnipresence exists in this universe. There is indeed someone who dispels the sorrows of the suffering, acts as the protector of the orphan, and serves as the support for the helpless. Yet, accepting this supreme power is not easy. Despite direct vision and experience, bringing oneself to believe and awakening faith is a very difficult task for someone like me. In life, upon recognizing trust and faith, an awareness awakens as to what they truly are. Had I known this earlier, I would have realized that life is just like a magic show.

I had assumed that eating, drinking, luxury, feeding the ego, and indulging in sensual passions—with no thought of today and no awareness of tomorrow—was all that life was about. After all, where was the accounting of each moment? Where is my origin, and where is my sunset? I did not even think about it. But despite doing all this, a restlessness remained, which I had ignored. Sometimes, suddenly, questions would arise: who am I, why have I come here, and what is the purpose of coming here? These thoughts would shake me up, but due to my habit of living superficially with ostentation, it did not take me long to forget all of this. I did not even remain conscious of when this whirlwind of thoughts would arrive and when it would fade away.

Where, when, and how the boat of life finds its shore, neither has anyone known till this day, nor will anyone ever be able to know. What event is going to happen at what time in a human being's life, one does not have even the slightest imagination about it. A similar turn came in my life when a subject about which I knew nothing, but always had a desire to know, came and stood right before me, even though I initially had no specific interest in it. But one never knows when which thing will have to be accepted in life and which subject will become interesting. Just like that, as if by some miracle, the path of my life changed, and leaving the wrong paths behind, I arrived upon the right path. Someone (meaning my Guru) gave me the recognition of the path, gave me the knowledge of the right way, and explained what is right and what is wrong in life. Truly, millions of blessings and favours are upon me from him, as he made me recognize the true road and the correct path. He gave a new direction to a life that was previously without a destination and devoid of a purpose. He instilled a true devotion to living life and awakened a genuine longing to attain the destination.

I felt regret over my past. Looking back at the wasted moments that were lost, my heart truly ached a little; however, upon reflection, I understood that one should not waste the newly arrived moments over the wasted moments of the past. Free your life from anxiety and tribulations and live it beautifully and with joy.

The meaning of life will gradually become clear to you in your own way. In this world, such Arihantas (enlightened souls) are still present, who endure so many miseries, sufferings, and insults, yet they always remain smiling and continue to give happiness to everyone. Drinking the poison themselves, they continuously offer the nectar of life to others.

All of this remains just as true even as of today. As long as this universe exists, such noble feelings are also bound to remain. If a human being, even once in life, experiences true happiness and becomes deeply absorbed in genuine bliss, then this physical and social pleasure feels like nothing but a deception and an illusion to them. But attaining true happiness is very difficult. Bringing it into the practice of daily life is not easy. It will not take long to get coloured in worldly pleasures, nor will it take long to get trapped in false attachments, but practicing true conduct in life is like walking on the edge of a sword. To understand life and to make it meaningful is something that cannot be merely described in words. It requires complete capability, worthiness, and absolute clarity. All of that can only be bestowed by a Guru. Capability, however, is granted only by God. To become divine-minded (absorbed in God) is like heating gold to extract pure gold from it. Even that might still be easier, because removing the solder and impurities from gold may not be as difficult as becoming completely absorbed in God.
 

Next
Next
હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું



જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું, જગત એટલે શું, પ્રભુ એટલે શું? સમયના વહેતા પ્રવાહમાં, ધીરે-ધીરે, થોડું-થોડું સમજાતું ગયું. જ્યારે લાગ્યું કે આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે, ત્યારે પાછો એક તર્ક જાગ્યો કે એ કેવા હશે? ખરેખર શું ભગવાન જેવું કાંઈક છે કે નહીં? જ્યાં જગતમાં મારા જેવા અજ્ઞાનીઓ હોય છે, ત્યાં જ્ઞાનીઓ પણ વસતા જ હોય છે અને પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરતા રહે છે. જ્યારે મેં પ્રત્યક્ષ અનુભવ લીધા, ત્યારે મને સમજાયું કે આ દુનિયામાં કાંઈક દિવ્ય શક્તિ જેવું છે. ખરેખર મને ખબર પડી કે સર્વવ્યાપકતા જેવું આ જગતમાં કાંઈક રહેલું છે. દુઃખીના દુઃખ હરનાર, અનાથનો નાથ, નિરાધારનો આધાર જેવું કાંઈક છે. છતાં પણ એ સમર્થતાને સ્વીકારવી સહેલી નથી. પ્રત્યક્ષ દર્શન અને અનુભવ છતાં પણ વિશ્વાસ લાવવો અને શ્રદ્ધા પ્રગટાવવી, એ મારા જેવા માટે બહુ કઠિન કાર્ય છે. જીવનમાં વિશ્વાસ અને ભરોસાને ઓળખતાં જ જાગૃતિ થાય છે કે એ શું છે. એની જાણ થાત, તો ખબર પડત કે જીવન એક જાદુના ખેલ જેવું જ છે. મેં તો માની લીધેલું કે ખાવું-પીવું, એશોઆરામ, અહં પોષવો અને વિષય-કષાયોમાં રાચતા રહેવું, ન આજનો વિચાર કે ન તો કાલની ખબર, એ જ જીવન છે. પછી તો ક્ષણનો હિસાબ જ ક્યાં? ક્યાં છે મારું ઉગમબિંદુ અને ક્યાં છે અસ્ત? એનો તો વિચાર જ નહીં. પણ આ બધું કર્યા છતાં પણ એક બેચેની રહેતી હતી, જેને મેં ગણકારી નહોતી. ક્યારેક-ક્યારેક અચાનક એવા સવાલો ઊઠતા કે હું કોણ છું, અહીં શા માટે આવી છું અને અહીં આવવાનું ધ્યેય શું છે? આ વિચારો મને હચમચાવી નાખતા, પણ આડંબરથી જીવવાની આદતને લીધે મને આ બધું ભૂલવામાં વધુ વાર લાગતી નહીં. આવા વિચારોનો વંટોળ ક્યારે આવતો ને ચાલ્યો જતો, એનું ભાન સુધ્ધાં મને રહેતું નહીં. જીવનરૂપી નાવ ક્યાં, ક્યારે અને કેવી રીતે કિનારો ગોતી લે છે, એ ન તો આજ સુધી કોઈએ જાણ્યું છે, ન તો કોઈ જાણી શકવાનું છે. મનુષ્યના જીવનમાં ક્યારે કઈ ઘટના બનવાની છે, એની કલ્પના સુધ્ધાં હોતી નથી. એવો જ કાંઈક મારા જીવનમાં મોડ આવ્યો કે જે વિષય વિશે હું કાંઈ જાણતી નહોતી, પણ એને જાણવાની ઈચ્છા રહેતી, એવો વિષય મારી સમક્ષ આવી ઊભો રહ્યો, જેમાં મારી ખાસ કાંઈ રુચિ ન હતી. પણ જીવનમાં ક્યારે કઈ વસ્તુ સ્વીકારવી પડશે અને કયો વિષય રસમય બનશે, એની ખબર નથી પડતી. બસ એવી જ રીતે કાંઈક ચમત્કારની જેમ જીવનનો પથ બદલાયો અને હું ખોટા રસ્તાઓ છોડી, સાચા રસ્તાઓ પર આવી. કોઈકે (એટલે કે મારા ગુરુએ) મને પથની ઓળખાણ આપી, સાચા રસ્તાની જાણ આપી, જીવનમાં શું સમર્થ છે અને શું અસમર્થ, એ સમજાવ્યું. ખરેખર તેમના મારા ઉપર લાખ-લાખ ઉપકાર છે કે તેમણે મને સાચા રસ્તાની અને સાચા માર્ગની ઓળખ કરાવી. મંઝિલ અને ધ્યેય વગરના જીવનને નવી દિશા આપી. જીવન જીવવાની સાચી લગન લગાવી અને મંઝિલને પ્રાપ્ત કરવાની સાચી ઝંખના જગાવી. મને જીવનના વીતેલા સમય પર પસ્તાવો થયો. ખોઈ નાખેલી વ્યર્થ પળો પર નજર નાખતાં ખરેખર મારું હૈયું થોડું કકળી ઊઠયું, પણ સમજાવવાથી સમજાયું કે વીતેલી વ્યર્થ ક્ષણો પાછળ આવેલી નવી ક્ષણોને વ્યર્થ ન કરો. જીવનને ચિંતા અને ઉપાધિમાંથી મુક્ત કરી, સુંદર રીતે અને આનંદથી જીવો. જીવનનો મતલબ તમને પોતાની રીતે સમજાતો જશે. આ જગતમાં એવા અરિહંતો હજી બિરાજમાન છે, જેમણે કેટલાય દુઃખો અને કષ્ટો સહન કર્યા, અપમાન સહન કર્યું, છતાં પણ તેઓ હસતાં-હસતાં જ રહ્યાં છે અને બધાને આનંદ આપતા જ રહ્યાં છે. ઝેર પોતે પીને, બીજાને અમૃત પાતા રહ્યાં છે. આ બધું તો આજની તારીખમાં હજી પણ એટલું જ સત્ય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ છે, ત્યાં સુધી આવા ભાવો પણ રહેવાના છે. મનુષ્ય જીવનમાં જો એકવાર સાચા સુખનો અનુભવ કરી જાય, એકવાર સાચા આનંદમાં લીન બની જાય, તો એને આ શારીરિક અને સામાજિક આનંદ એક છળ અને કપટ સિવાય બીજું કાંઈ લાગતું જ નથી. પણ સાચા સુખને પામવું બહુ કઠિન છે. એને જીવનના આચરણમાં લાવવું સહેલું નથી. દુન્યવી આનંદમાં રંગાતાં વાર નહીં લાગે, ખોટી માયામાં ફસાતાં વાર નહીં લાગે, પણ સાચું આચરણ આચરવું, એ જીવનમાં ખાંડાની ધાર પર ચાલવા જેવું હોય છે. જીવનને સમજવું, એને સાર્થક કરવું, એ શબ્દોમાં આલેખી શકાય તેમ નથી. એમાં પૂરી સમર્થતા, યોગ્યતા અને સ્પષ્ટતાની જરૂર હોય છે. એ બધું બસ ગુરુ જ આપી શકે છે. સમર્થતા તો પ્રભુ જ બક્ષે છે. પ્રભુમય બનવું, એ સોનાને તપાવી, એનામાંથી શુદ્ધ સોનું બહાર કાઢવા જેવું છે. એ તો હજી પણ સહેલું હશે, કારણ કે રેણ અને કસ કાઢવા એટલા અઘરા નહીં હોય, જેટલું પ્રભુમય બનવું. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું 1992-08-01 /conv_para/?title=jivana-etale-shum