View Hymn (Bhajan)
Hymn No. 3015 | Date: 02-Dec-19981998-12-021998-12-02ભૂતકાળને જે ભૂલી શક્તો નથી, વર્તમાનમાં જે રહી શક્તો નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhutakalane-je-bhuli-shakto-nathi-vartamanamam-je-rahi-shakto-nathiભૂતકાળને જે ભૂલી શક્તો નથી, વર્તમાનમાં જે રહી શક્તો નથી
જીવનમાં એના ભવિષ્યના, કોઈ નવા આકાર હોતા નથી
ના ભૂલી શકે જ વીતેલા કાળને, જીવનમાં એને કાળની પહેચાન મળતી નથી
વીતતો સમય વીતતો રહે, કદર એની, એની કોઈ ખાસ હોતી નથી
ભૂલીને મૂળ સ્વરૂપ, ગોતે પહેચાન ખુદની, કે પહેચાન સાચી મળતી નથી
ના ભૂલી શકે જીવનમાં જે દુઃખ દર્દને, સુખની પળ એને મળતી નથી
વાગેલા ઘા પર લાગે ઝખમ રોજ, તો ઘા એ રુઝાતા નથી
ક્યાંથી ઝળહળે એનું ભવિષ્ય, કે જ્યાં વર્તમાનમાં ચમક મળતી નથી
નિરાશાઓની ઊંડી ગર્તામાં જે ખોવાય, વાસ્તવિક્તાની ભૂમી પર પહેચાન એની મળતી નથી
અપનાવી ના શકે જીવનમાં જે કાંઈ નવું, જીવનમાં એને નવીનતા જોવા મળતી નથી
ભૂતકાળને જે ભૂલી શક્તો નથી, વર્તમાનમાં જે રહી શક્તો નથી