View Hymn (Bhajan)
Hymn No. 3292 | Date: 07-Mar-19991999-03-071999-03-07આશાઓના નવા નવા દોર, અમે બાંધતા રહ્યાં છીએSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ashaona-nava-nava-dora-ame-bandhata-rahyam-chhieઆશાઓના નવા નવા દોર, અમે બાંધતા રહ્યાં છીએ
એમના સહારે અમે જીવન જીવતાં રહ્યાં છીએ
નવી નવી આશાઓ ને નવા નવા બંધનોમાં, અમે રાચતા રહ્યાં છીએ
જન્મે જન્મે પાસા અમે, નાખતા ને નાખતા રહ્યાં છીએ
હરએક જન્મે એ આશા લઈને આવ્યા, કે પડશે પાસા સીધા
ખેલ છે આ તો એવો અનોખો, જન્મ નવા નવા અમે લઈ રહ્યાં છીએ
જન્મ એ જ છે પાસા અમારા, કે અમે એને ફેંકતા રહ્યાં છીએ
ક્યારેક તો પડશે પોબારા, ઇચ્છામાં એ અમે જીવી રહ્યાં છીએ
ના પડે પોબારા તો, પાછા પાસા અમે બદલતા રહ્યાં છીએ
તારી પાસે આવવું છે પ્રભુ પણ, ખેલ અમે હજી સુધી ના જિતી શક્યા છીએ
આશાઓના નવા નવા દોર, અમે બાંધતા રહ્યાં છીએ