ચારે કોરથી વખાણ પોતાના સાંભળવા છે, સહુને ગમતું થાવું છે
પણ એની કાજે આપવું પડતું બલિદાન, તો કોણ કરવા ચાહે છે
પ્રશંસાનો નાદ તો ચારે કોરથી સાંભળવો છે, અહંકાર ને તો પોષવો છે
જયજયકાર પોતાનો બોલાવવો છે, સહુની નજરમાં સમાવવું છે
પ્રભુની હાજરી ભૂલીને, પ્રભુ બનીને પૂજાવું છે
પણ છે અહંકાર જ્યાં, ત્યાં થાવું પ્રભુ, એ કેમ શક્ય છે
બેઢંગા વર્તન ને વ્યવહાર કરીને, સ્વમાનના હાર તો પહેરવા છે
જમીન પર રહીને, ચાલવું નથી જમીન પર, હવામાં ઉડતા રહેવું છે
વગર પાંખે ઉડવું હવામાં, એ તો કોના માટે શક્ય છે
ગુણસાગર તરીકે ઓળખાવવું છે, ને દોષ કરતા ને કરતા રહેવું છે
છીએ નહીં એવા બનવું છે, ના એના કાજે કાંઈ કરવું છે
- સંત શ્રી અલ્પા મા
cārē kōrathī vakhāṇa pōtānā sāṁbhalavā chē, sahunē gamatuṁ thāvuṁ chē
paṇa ēnī kājē āpavuṁ paḍatuṁ balidāna, tō kōṇa karavā cāhē chē
praśaṁsānō nāda tō cārē kōrathī sāṁbhalavō chē, ahaṁkāra nē tō pōṣavō chē
jayajayakāra pōtānō bōlāvavō chē, sahunī najaramāṁ samāvavuṁ chē
prabhunī hājarī bhūlīnē, prabhu banīnē pūjāvuṁ chē
paṇa chē ahaṁkāra jyāṁ, tyāṁ thāvuṁ prabhu, ē kēma śakya chē
bēḍhaṁgā vartana nē vyavahāra karīnē, svamānanā hāra tō pahēravā chē
jamīna para rahīnē, cālavuṁ nathī jamīna para, havāmāṁ uḍatā rahēvuṁ chē
vagara pāṁkhē uḍavuṁ havāmāṁ, ē tō kōnā māṭē śakya chē
guṇasāgara tarīkē ōlakhāvavuṁ chē, nē dōṣa karatā nē karatā rahēvuṁ chē
chīē nahīṁ ēvā banavuṁ chē, nā ēnā kājē kāṁī karavuṁ chē
|