View Hymn (Bhajan)
Hymn No. 3007 | Date: 22-Nov-19981998-11-221998-11-22જગ તો આ કહેતું આવ્યું છે, કોઈને કોઈની નજર લાગી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jaga-to-a-kahetum-avyum-chhe-koine-koini-najara-lagi-jaya-chheજગ તો આ કહેતું આવ્યું છે, કોઈને કોઈની નજર લાગી જાય છે
પ્રભુ રાહ જોઈને બેઠો છું હું, કે ક્યારેક મારી દુનિયા બદલાય છે
લાગે મને ક્યારેક તારી નજર, બદલાય દુનિયા મારી, મારું દિલ એ ચાહે છે
લાગે નજર તારી એવી, કે ના ઉતરે એ કદી દિલ એ ચાહે છે
મનમાં વસી જાય તું એવો, મન રહે તારું ને તારું નામ લેતું, દિલ એ ચાહે છે
લાગે અન્યની નજર, તો કોઈની હરિયાળી સુકાઈ જાય છે
શાંતિભર્યા જીવનમાં, પરેશાનીઓ ઘણી ઘણી એમાં થાય છે
પણ લાગે જો તારી નજર, જીવન એનું હરિયાળીમાં બદલાય છે
મસ્તીના મોજા ને આનંદની લહેરો એના ચહેરા પર રમતી જાય છે
લાગે બહુ જલદી પ્રભુ મને તારી નજર, દિલ મારું એ ચાહે છે
જગ તો આ કહેતું આવ્યું છે, કોઈને કોઈની નજર લાગી જાય છે