View Hymn (Bhajan)
Hymn No. 4131 | Date: 26-May-20012001-05-262001-05-26સવાર પડે ને સૂઝે છે જીવનમાં ઘણું ઘણું, સાંજ પડે છે જીવનમાં ભૂલું છું ઘણું ઘણુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=savara-pade-ne-suje-chhe-jivanamam-ghanum-ghanum-sanja-pade-chhe-jivanamamસવાર પડે ને સૂઝે છે જીવનમાં ઘણું ઘણું, સાંજ પડે છે જીવનમાં ભૂલું છું ઘણું ઘણું,
રોજ સૂરજ ઊગે ને સૂરજ આથમે છે, વિચારનો સૂરજ ઊગે મુજમહી અને સાંજના આથમે ...
નજરના અંદાજો મળે છે રોજ નવા નવા, ટકતા નથી કોઈ સાંજ સુધી, સવાર પડે ને ...
સવાર થાયને જીવનમાં લાગે સાંજ નથી પડવાની, આ સવારની થાકે સમજાવી દીધું જીવનમાં,
જીવનમાં જરૂર છે તો રાતની, સવાર પડે ને સૂઝે છે જીવનમાં .....
સવાર સાંજમાં કર્યા મધ્યાન પણ ઘણા સહન અમે તો જીવનમાં,
તપતી તો ક્યારે ઠંડી તો ક્યારે આરામથી ભરપૂર રહ્યા અમે જીવનમાં,
ભૂલ્યા કંઈક તો આવી નવી યાદો, કંઈક નો સિલસિલો રહ્યો ચાલું જીવનમાં,
ક્યારે યાદ કરવાનું ભૂલ્યા, ક્યારે ભૂલવાનું કર્યું યાદ જીવનમાં,
પણ ઉતારવા ચાહ્યો થાક સદા અમે તો જીવનમાં, કે સવાર પડે ને સૂઝે .....
સવાર પડે ને સૂઝે છે જીવનમાં ઘણું ઘણું, સાંજ પડે છે જીવનમાં ભૂલું છું ઘણું ઘણું