View Hymn (Bhajan)
Hymn No. 3008 | Date: 22-Nov-19981998-11-221998-11-22જગે ધૂતકાર્યો મને, મારા વાલાએ પ્રેમથી મને આવકાર્યોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jage-dhutakaryo-mane-mara-valae-premathi-mane-avakaryoજગે ધૂતકાર્યો મને, મારા વાલાએ પ્રેમથી મને આવકાર્યો
પ્રેમભર્યા, ભાવ ભર્યા શબ્દોથી, કાઢયા મેં જ્યાં કાલાઘેલા
જગે એને ગાંડો કહ્યો, પણ મારા વાલા ને એ બહુ વાલો લાગ્યો
નિર્દોષતા મારા હૈયાની, મારા નિર્દોષ ભાવ એને તો ગમ્યા
જગને ના ગમી મારી નિર્દોષતા, પણ મારા વાલાએ વખાણ એના કર્યા
રીત છે ઉલટી જગની ને પ્રભુની, અનુભવે અમે એ ના જાણ્યું
માયામાં જે ફસાયા ભૂલ્યા, પ્રભુને ના કાંઈ એ યાદ રહ્યાં
ભૂલી ગયું જગ તો મને પછી, બે પળમાં વાલો મારો મને ના ભૂલ્યો
ના ભળી મલિનતા જ્યાં સુધી, મારામાં વાલાના મીઠાં આવકાર સંભળાયા
બંધ કર્યા જ્યાં કાન મારા મેં, ના અવાજ એના સંભળાયા
જગે ધૂતકાર્યો મને, મારા વાલાએ પ્રેમથી મને આવકાર્યો