View Hymn (Bhajan)
Hymn No. 4105 | Date: 24-Apr-20012001-04-242001-04-24ઝનન,ઝનન ઝાંઝરના રણકાર થયા, ખનન ખનન ખન, ખનન ખનન ખન કંગનના રણકાર થયાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jananajanana-janjarana-ranakara-thaya-khanana-khanana-khana-khanana-khananaઝનન,ઝનન ઝાંઝરના રણકાર થયા, ખનન ખનન ખન, ખનન ખનન ખન કંગનના રણકાર થયા,
મંદ મંદ વાતા પવનમાં મસ્તીના સૂસવાટ થયા, ધરતી ને આકાશ પર નવા ચમકાર થયા,
ચાલ્યા રાધાજી ચાલ્યા શ્યામને મળવા, સમા પલભરમાં બદલાઈ ગયા,
બાવરા નયના, બાવરા હૈયા બાવરા બની એ તો દોડતા ગયા,
ના રહ્યું સ્મરણ ખુદનું, ખુદ ને તનમનનું એ તો ભાન ભૂલ્યા,
ના જાણે શ્યામે પોતાની મુરલીથી એવા તે કેવા તાન છેડ્યા,
ના થમ્યા પણ ધરતી પર એમના આકાશને એ તો આંબી ગયા,
પવનની ગતિને પણ હરાવી એ તો શ્યામ ને મળવા દોડતા ગયા,
ચાહ્યું ઘણું પ્રભુને ભક્તિના મિલનને વર્ણવા, વર્ણન એના થઈ ના શક્યા,
પ્રેમ ના એ તીર છૂટ્યા એવા કે કૃષ્ણ વિના કોઈ ઝીલી ના શક્યા,
થનગન થનગન હૈયાના એ થનગનાટે રૂપ સ્વરૂપ નવા ધારણ કર્યા.
ઝનન,ઝનન ઝાંઝરના રણકાર થયા, ખનન ખનન ખન, ખનન ખનન ખન કંગનના રણકાર થયા