કરી-કરીને કાર્ય પર જ્યારે, માણસ પોતાના હાથે પાણી ફેરવી જાય
જીવનમાં ત્યારે, ભાગ્ય રડતું ને રડતું રહી જાય
ધરી-ધરીને હૈયે ધીરજ, અચાનક વિસ્ફોટ થઈ જાય
જીવનમાં ત્યારે, શાંતિ રડતી ને રડતી રહી જાય
ભુલાવી દીધું હોય વેર જ્યાં હૈયેથી, ત્યાં આંખે ઈર્ષ્યા છલકી જાય
જીવનમાં ત્યારે, પ્રેમ રડતો ને રડતો રહી જાય
કરી-કરીને ઉપચાર, જ્યારે કંટાળી એનાથી જવાય
જીવનમાં ત્યારે, દર્દ રડાવતું ને રડાવતું જાય
કરેલા કૃત્યોનો ભોગ જ્યારે બની જવાય
જીવનમાં ત્યારે, આંખ રડતી ને રડતી રહી જાય
અહં-અભિમાનમાં જ્યારે રાહ ભટકી જવાય
જીવન આખું ત્યારે રડવામાં વીતી જાય
- સંત શ્રી અલ્પા મા
karī-karīnē kārya para jyārē, māṇasa pōtānā hāthē pāṇī phēravī jāya
jīvanamāṁ tyārē, bhāgya raḍatuṁ nē raḍatuṁ rahī jāya
dharī-dharīnē haiyē dhīraja, acānaka visphōṭa thaī jāya
jīvanamāṁ tyārē, śāṁti raḍatī nē raḍatī rahī jāya
bhulāvī dīdhuṁ hōya vēra jyāṁ haiyēthī, tyāṁ āṁkhē īrṣyā chalakī jāya
jīvanamāṁ tyārē, prēma raḍatō nē raḍatō rahī jāya
karī-karīnē upacāra, jyārē kaṁṭālī ēnāthī javāya
jīvanamāṁ tyārē, darda raḍāvatuṁ nē raḍāvatuṁ jāya
karēlā kr̥tyōnō bhōga jyārē banī javāya
jīvanamāṁ tyārē, āṁkha raḍatī nē raḍatī rahī jāya
ahaṁ-abhimānamāṁ jyārē rāha bhaṭakī javāya
jīvana ākhuṁ tyārē raḍavāmāṁ vītī jāya
|
Explanation in English
|
|
When a human ruins all their hard work with their own very hands,
Destiny is left weeping and weeping in their life.
When a heart holds onto patience for so long, only to explode suddenly,
Peace is left weeping and weeping in their life.
Just when hatred is wiped clean from the heart, jealousy overflows from the eyes;
Love is left weeping and weeping in their life.
When one gets utterly exhausted after trying remedy after remedy,
Pain just keeps making them weep and weep in their life.
When one falls victim to the consequences of their own past actions,
The eyes are left weeping and weeping in their life.
When one loses their way in the maze of ego and pride,
The entire life is spent in nothing but weeping.
|