View Hymn (Bhajan)
Hymn No. 2260 | Date: 16-Sep-19971997-09-161997-09-16ક્યારેક તેજી તો ક્યારેક મંદી, ના સદાય પૂરજોશ રહે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kyareka-teji-to-kyareka-mandi-na-sadaya-purajosha-rahe-chheક્યારેક તેજી તો ક્યારેક મંદી, ના સદાય પૂરજોશ રહે છે
દિલની હાટડીએ પ્રભુ ભક્તિભાવની, ક્યારેક તેજી તો ક્યારેક મંદી રહે છે
ચાહે છે સ્થિરતા દિલ તો મારું, પણ સ્થિરતા ના એને મળે છે
ક્યારેક ઉમટે છે ટોળા, તો ક્યારેક બધા વિખેરાઈ જાય છે
પ્રભુ તારો પ્યાર પામવાની, મજાને એ મારી જાય છે
ચાહે છે દિલ તાજગી સદા, પણ ના એ એને મળે છે
ભાવોની ભરતી ને ઓટ પર, ધંધાદારી એની ચાલે છે
શું કરે દિલ બિચારું કે મજબૂરી તો, એને પણ મારે છે
ઇચ્છાઓના હાથે દિલ મારું તો, વારે ઘડીએ વેચાય છે
કેમ રહે સ્થિર એ કે, ઇચ્છાઓ વારે ઘડીએ બદલાય છે
ક્યારેક તેજી તો ક્યારેક મંદી, ના સદાય પૂરજોશ રહે છે