View Hymn (Bhajan)
Hymn No. 2246 | Date: 06-Sep-19971997-09-061997-09-06તમારું વર્તન તમારા વિચારોનું નર્તન, તમને નવા નવા નાચ નચાવે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tamarum-vartana-tamara-vicharonum-nartana-tamane-nava-nava-nacha-nachaveતમારું વર્તન તમારા વિચારોનું નર્તન, તમને નવા નવા નાચ નચાવે છે
ના ગણજો એનો દોષી પ્રભુને, ના એ કાંઈ આપણો ગુન્હેગાર છે
કરવા વખતે તો નથી કોઈ વિચાર, પણ ભોગવવાની પળ બહુ સતાવે છે
આપણી આ હાલતના જવાબદાર છીએ આપણે, ના કોઈ અન્ય છે
નર્તન કર્યા એવા, આપ્યો મનને છૂટો દોર, પહેલા એ કસૂર કોનો છે
માનવો હોય તો માનો આભાર પ્રભુનો, કે એના અગણ્ય ઉપકાર છે
ઉપકાર માનવાને બદલે, તૂ કેમ એના પર ખોટા આક્ષેપ કરે છે
જીવનમાં સહુને આ વિચારોના, ખોટા નર્તન તો થકાવે છે
ભમી રહ્યા છે સહુ કોઈ અહીં, આ ખોટી માયાજાળ સહુને ભમાવે છે
તન મનના ભાન એ તો ભૂલાવે છે, વિચારોના નર્તન નવા નવા નાચ નચાવે છે
તમારું વર્તન તમારા વિચારોનું નર્તન, તમને નવા નવા નાચ નચાવે છે