નથી જે જુદો મારાથી, તોય જુદાઈ એની મને સતાવે છે
વસ્યો છે એ તો મારા દિલમાં, તોય ખૂબ દૂર ને દૂર એ લાગે છે
સમજાય ભી આ વાત, તોય સ્વીકાર એનો મારાથી ના થાય છે
છોડવા નિકળ્યો છું આકર્ષણોને, તોય આકર્ષણો ખેંચી મને જાય છે
ખેંચાઊં છું જ્યાં ખોટા આકર્ષણોમાં, ત્યાં છે છતાં નથીનો અહેસાસ થાય છે
ખબર હોવા છતાં, વાસ્વિક્તાથી જીવ મારો ગભરાય છે
આકારના આભાસ વચ્ચે રહેલો જીવ, અંધકારથી ગભરાય છે
વસે છે મારી નજરમાં, છતાં નજરથી તું મારી, ના દેખાય છે
તને જોવા કાજે, નજર મારી, સતત તડપતી ને તડપતી રહી જાય છે
લીલા, પ્રભુ છે બહુ રે ન્યારી, જે ખેલ નવા ખેલાવતી જાય છે
- સંત શ્રી અલ્પા મા
nathī jē judō mārāthī, tōya judāī ēnī manē satāvē chē
vasyō chē ē tō mārā dilamāṁ, tōya khūba dūra nē dūra ē lāgē chē
samajāya bhī ā vāta, tōya svīkāra ēnō mārāthī nā thāya chē
chōḍavā nikalyō chuṁ ākarṣaṇōnē, tōya ākarṣaṇō khēṁcī manē jāya chē
khēṁcāūṁ chuṁ jyāṁ khōṭā ākarṣaṇōmāṁ, tyāṁ chē chatāṁ nathīnō ahēsāsa thāya chē
khabara hōvā chatāṁ, vāsviktāthī jīva mārō gabharāya chē
ākāranā ābhāsa vaccē rahēlō jīva, aṁdhakārathī gabharāya chē
vasē chē mārī najaramāṁ, chatāṁ najarathī tuṁ mārī, nā dēkhāya chē
tanē jōvā kājē, najara mārī, satata taḍapatī nē taḍapatī rahī jāya chē
līlā, prabhu chē bahu rē nyārī, jē khēla navā khēlāvatī jāya chē
|