View Hymn (Bhajan)
Hymn No. 617 | Date: 06-Feb-19941994-02-061994-02-06ફૂલ તારી આ કેવી કહાની, ફૂલ તારી એ કેવી કહાની(2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=phula-tari-a-kevi-kahani-phula-tari-e-kevi-kahaniફૂલ તારી આ કેવી કહાની, ફૂલ તારી એ કેવી કહાની(2)
છે એક છોડના ફૂલડા, દિશા છે અલગ અલગ હર એક ફૂલની તો જવાની, ફૂલ તારી ……..
કોમળતાથી ને સુગંધથી, તારી હર એક દિશા તે મહેકાવી, ફૂલ તારી ……..
ખીલીને કાદવમાં, કાદવની મહાનતાને જગને સમજાવી, ફૂલ તારી ……..
ભક્તના ભાવનો હાર બનીને, પ્રભુના ચરણ પર દીધું મસ્તક ઝુકાવી, ફૂલ તારી ……..
લઈ ગયો તને જે, કરી ગયો અલગ તારા જીવનથી, કરી ના કદી સંગ જવા એને આનાકાની, ફૂલ તારી ……..
લઈ ગયો કોઈ આશિક તને, એની મહોબતને દીધી તે મહેકાવી ફૂલવારી, ફૂલ તારી ……..
અદાપર મરવાવાળાએ ફેંક્યોં તને, હુસ્નની જવાની પર દીધી શોભા તે એની વધારી, ફૂલ તારી ……..
અંતરમાં ખુશ્બું છોડી તું ગયો, શોખ પૂરા કરવા ખાતર અન્યના, તું શુળીએ ચડી ગયો, ફૂલ તારી ……..
જીવનમાં અમને કર્મ ને ભાગ્યની કથની કહી ગયો, ઘણું ઘણું સમજાવી ગયો, ફૂલ તારી ……..
ફૂલ તારી આ કેવી કહાની, ફૂલ તારી એ કેવી કહાની(2)