View Hymn (Bhajan)
Sr No. 1438 | Date: 12-Jan-19961996-01-121996-01-12પ્રભુ, તારા પ્યારની મીઠાશ, મિટાવે છે મારી બધી રે પ્યાસSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-pyarani-mithasha-mitave-chhe-mari-badhi-re-pyasaપ્રભુ, તારા પ્યારની મીઠાશ, મિટાવે છે મારી બધી રે પ્યાસ
પ્રભુ, એવી છે અણમોલ રે, તારા પ્યારની રે મીઠાશ
જગાવે છે દિલમાં, એક અનુપમ અનેરી રે આશ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
નથી જેમા કોઈ પણ કચાસ, છે એવી તારી પ્યારની મીઠાશ
મિટાવે છે એ તો, મારા જીવનની બધી રે કડવાશ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
દે છે ભુલાવી એ તો, મને મારી રે યાદ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
કરે છે એ તો, જીવનનો પૂર્ણ રે વિકાસ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
નથી રહેવા દેતી મને એ તો રે ઉદાસ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
આપતી ને અપાવતી રહે છે, એ તો સદા તારી રે યાદ - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
અનુભવમાં ડુબાડી, મને કરાવે છે તારા રે દીદાર - પ્રભુ, તારા પ્યારની મીઠાશ
પ્રભુ, તારા પ્યારની મીઠાશ, મિટાવે છે મારી બધી રે પ્યાસ