છે કાચની વસ્તુ, તો હાથમાંથી પડતા, એ તો તૂટવાની જ. હશે એ ગમે તેટલી નાની કે મોટી, જાડી કે પાતળી, પણ એ તૂટવાની. જીવન પણ એવું છે. દેહ સંગાથ તો ક્યારેક છૂટવાનો જ. છૂટશે કઈ રીતે, એ ન કહી શકાય, પણ પડશે તો જરૂર. માટે જ્યાં સુધી આખું છે વાસણ તારું, પ્રભુના નામની પ્રભાવના એમાં તો તું ભરતો જા. કરતો જા મોઢું મીંઠુ એનું, નામ લઈને બાંધી લે ભાથું એના નામનું, તું તરી જઈશ ભવસમુદ્રને.
- સંત શ્રી અલ્પા મા
|
Transliteration in English
|
|
chē kācanī vastu, tō hāthamāṁthī paḍatā, ē tō tūṭavānī ja. haśē ē gamē tēṭalī nānī kē mōṭī, jāḍī kē pātalī, paṇa ē tūṭavānī. jīvana paṇa ēvuṁ chē. dēha saṁgātha tō kyārēka chūṭavānō ja. chūṭaśē kaī rītē, ē na kahī śakāya, paṇa paḍaśē tō jarūra. māṭē jyāṁ sudhī ākhuṁ chē vāsaṇa tāruṁ, prabhunā nāmanī prabhāvanā ēmāṁ tō tuṁ bharatō jā. karatō jā mōḍhuṁ mīṁṭhu ēnuṁ, nāma laīnē bāṁdhī lē bhāthuṁ ēnā nāmanuṁ, tuṁ tarī jaīśa bhavasamudranē.
|
Explanation in English
|
|
If an object is made of glass, it is bound to shatter the moment it slips from your hand. No matter how small or large, thick or thin it may be, it is destined to break. Human life is exactly the same; this companionship with the physical body is bound to end one day. How it will slip away cannot be predicted but it certainly will fall. Therefore, as long as your clay vessel (body) remains whole, keep filling it with the glorious glory of the Lord's name. Keep sweetening your soul with His nectar.
By chanting His name, pack your spiritual provisions for the afterlife; through His name alone, you shall cross this ocean of worldly existence.
ન જાણું હું કાંઈએ, ન સમજું હું કાંઈએ, છું અબુધ તારો બાળ
रह नहीं सकती हूँ तुम्हारे बिना प्रभु, अब
|