1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

હે મારા પ્રભુ, છો તમે તો આ જગના જનેતા
Sr No. 67 | Date: 24-Aug-1992

View Original
Increase Font Decrease Font

હે મારા પ્રભુ, છો તમે તો આ જગના જનેતા, છતાં પણ નથી જાણતા તમને જગતના જીવો. જે જાણે છે તમને પ્રભુ, એનું જીવન છે આનંદ-સાગર જેવું. સૌએ ભજ્યાં તમને અલગ-અલગ રીતે. તમે પણ એને એ સ્વરૂપે દર્શન આપ્યા. પ્રભુ, સૌને વ્હાલા બનીને રહ્યા તમે તમારા ભક્તોના. ભક્ત ભલે ન રહ્યા તમારા, પણ તમે હંમેશા એમના ને એમના રહ્યાં.

પ્રભુ, જીવનની અંદર કર્યા મેં તો બહુ કાર્યો. કહી દીધા આ જગને મારા કરેલા સારા કાર્યો અને અહંને તો મારા પોષી લીધો. પ્રભુ, તને પણ ન કહી શક્યો મારા દુષ્કૃત્યો, તો તારો સ્વીકાર કર્યો, કેમ કહી શકાય? પ્રભુ, એટલું તો હું જાણું છું, કે તું જાણે છે મારા બધા કાર્યોને, તે છતાં પણ તારી સાથે અજાણ બનીને રહું છું.

જ્યાં સુધી સૂર્ય સ્વયં આકાશમાં આવતો નથી, ત્યાં સુધી ધરતી પરનો અંધકાર દૂર નથી થતો. જ્યાં સુધી હું મારું હૃદય તમારી આગળ ખાલી ન કરું, તો તમને સમર્પિત થઈ એમ ન કહેવાય, એ તો ખાલી દંભ કહેવાય. કામ, ક્રોધ, મદ, મોહ, ચોરી, ચાડીથી ભરેલું મારું જીવન કેમ કરીને સમાવું તારામાં? પ્રભુ, દૂર કર બધા કષાયો, તું મારા જીવનમાંથી.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

hē mārā prabhu, chō tamē tō ā jaganā janētā, chatāṁ paṇa nathī jāṇatā tamanē jagatanā jīvō. jē jāṇē chē tamanē prabhu, ēnuṁ jīvana chē ānaṁda-sāgara jēvuṁ. sauē bhajyāṁ tamanē alaga-alaga rītē. tamē paṇa ēnē ē svarūpē darśana āpyā. prabhu, saunē vhālā banīnē rahyā tamē tamārā bhaktōnā. bhakta bhalē na rahyā tamārā, paṇa tamē haṁmēśā ēmanā nē ēmanā rahyāṁ.

prabhu, jīvananī aṁdara karyā mēṁ tō bahu kāryō. kahī dīdhā ā jaganē mārā karēlā sārā kāryō anē ahaṁnē tō mārā pōṣī līdhō. prabhu, tanē paṇa na kahī śakyō mārā duṣkr̥tyō, tō tārō svīkāra karyō, kēma kahī śakāya? prabhu, ēṭaluṁ tō huṁ jāṇuṁ chuṁ, kē tuṁ jāṇē chē mārā badhā kāryōnē, tē chatāṁ paṇa tārī sāthē ajāṇa banīnē rahuṁ chuṁ.

jyāṁ sudhī sūrya svayaṁ ākāśamāṁ āvatō nathī, tyāṁ sudhī dharatī paranō aṁdhakāra dūra nathī thatō. jyāṁ sudhī huṁ māruṁ hr̥daya tamārī āgala khālī na karuṁ, tō tamanē samarpita thaī ēma na kahēvāya, ē tō khālī daṁbha kahēvāya. kāma, krōdha, mada, mōha, cōrī, cāḍīthī bharēluṁ māruṁ jīvana kēma karīnē samāvuṁ tārāmāṁ? prabhu, dūra kara badhā kaṣāyō, tuṁ mārā jīvanamāṁthī.
Explanation in English Increase Font Decrease Font

Oh, my Lord! Though You are the creator of this universe, the living beings of this world do not know You. Yet, for those who truly know You, Oh Lord, their life becomes like an ocean of eternal bliss. Everyone worshipped You in different ways, and You appeared to them in those very forms. Oh Lord! You remained dearly beloved to all Your devotees. Even if they failed to remain Your true devotees, You always remained theirs and theirs alone.

Oh Lord! In this life, I performed many deeds. I proudly told this world about my good deeds and nurtured my own ego. Oh Lord! When I could not even confess my misdeeds to You, how can I say that I have truly accepted You? Oh Lord! I know this much that You are already aware of all my actions, yet I continue to act like a stranger with You.

Until the sun itself rises in the sky, the darkness upon the earth is never dispelled. In the same way, until I empty my heart before You, I cannot claim to be surrendered to You; it would merely be hypocrisy. My life is filled with lust, anger, arrogance, attachment, theft, and deceit—how can I dissolve myself into You? Oh Lord! Remove all these inner passions and impurities from my life.
 

Previous
Previous
हँसती है एक आँख मेरी, तो रोती है दूसरी
Next
Next
નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું



હે મારા પ્રભુ, છો તમે તો આ જગના જનેતા, છતાં પણ નથી જાણતા તમને જગતના જીવો. જે જાણે છે તમને પ્રભુ, એનું જીવન છે આનંદ-સાગર જેવું. સૌએ ભજ્યાં તમને અલગ-અલગ રીતે. તમે પણ એને એ સ્વરૂપે દર્શન આપ્યા. પ્રભુ, સૌને વ્હાલા બનીને રહ્યા તમે તમારા ભક્તોના. ભક્ત ભલે ન રહ્યા તમારા, પણ તમે હંમેશા એમના ને એમના રહ્યાં. પ્રભુ, જીવનની અંદર કર્યા મેં તો બહુ કાર્યો. કહી દીધા આ જગને મારા કરેલા સારા કાર્યો અને અહંને તો મારા પોષી લીધો. પ્રભુ, તને પણ ન કહી શક્યો મારા દુષ્કૃત્યો, તો તારો સ્વીકાર કર્યો, કેમ કહી શકાય? પ્રભુ, એટલું તો હું જાણું છું, કે તું જાણે છે મારા બધા કાર્યોને, તે છતાં પણ તારી સાથે અજાણ બનીને રહું છું. જ્યાં સુધી સૂર્ય સ્વયં આકાશમાં આવતો નથી, ત્યાં સુધી ધરતી પરનો અંધકાર દૂર નથી થતો. જ્યાં સુધી હું મારું હૃદય તમારી આગળ ખાલી ન કરું, તો તમને સમર્પિત થઈ એમ ન કહેવાય, એ તો ખાલી દંભ કહેવાય. કામ, ક્રોધ, મદ, મોહ, ચોરી, ચાડીથી ભરેલું મારું જીવન કેમ કરીને સમાવું તારામાં? પ્રભુ, દૂર કર બધા કષાયો, તું મારા જીવનમાંથી. હે મારા પ્રભુ, છો તમે તો આ જગના જનેતા 1992-08-24 /conv_para/?title=he-mara-prabhu-chho-tame-to-a-jagana-janeta