1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ
Sr No. 119 | Date: 22-Sep-1992

View Original
Increase Font Decrease Font

કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ. વિશ્વાસ અને પ્રયત્નની ડોરથી પામવાની છે તને. પ્રભુ, શંકાનું હશે જ્યાં સ્થાન મારા હૃદયમાં, કેમ કરીને પામું તને? પામવાની તો વાત દૂર, પ્રભુ, તને હું પોકારી પણ નહીં શકું. આવશે જો મનમાં ખરાબ વિચાર, તો કેમ કરી થાશે મારી સદબુદ્ધિ? ક્યાંથી મળશે મને મારું નિર્મળ જીવન. મુક્તિની તો વાત ક્યાં કરું પ્રભુ જીવનમાં, પણ મુક્તપણે જીવી નહીં શકું, નહીં બનું યોગ્ય તારા આ વિશ્વમાં. માનવ અવતાર લઈને ઉતરવાનું હું ગુમાવીશ. આ તારું આપેલું સ્થાન નહીં ઓળખું જો હું સમયની અંદર, તો પસ્તાવું પડશે મને ભવોભવ, રે પ્રભુ.

હૈયાના આ ઉછાળા, ક્યાં સુધી મને સતાવશે? એવા તો કેવા કર્મ કર્યા પ્રભુ મેં, જાણ જેની મને તો નથી, પણ ભોગવવા એ તો પડે છે? ક્યારે જોઈ શકીશ મારી અદૃશ્યતાને દૃશ્યરૂપે? ક્યાં સુધી જન્મ લેતી રહેશે નવી-નવી અપેક્ષાઓ મારા હૃદયમાં? નામ લઊં જ્યાં તારું, ઇચ્છા ત્યાં તો નવી પ્રગટ થાય છે. ક્યારે દૂર કરીશ આ મારી ખોટી ચિંતાઓને? નામ જ જાણું તારું રે પ્રભુ, ન જાણું તારા નામના અર્થને. ત્યાં તો યાદ આવે મારી ઇચ્છાઓ; નવી આકાર લઈ પ્રગટ થઈને, રહું છું પ્રભુ તારાથી દૂર ને દૂર. થાકી ગઈ છું પ્રભુ હું હવે; નથી શક્તિ મારી પાસે પ્રયત્નની પણ, હવે થાકી ગઈ છું હું આ જીવનથી પ્રભુ. હવે તો તું સમાવી લે મને તારી અંદર, મુક્ત કર આ બંધનોથી. જકડી લે તારી મજબૂત જંજીરોમાં, તારી મુક્તિની એ આપી દે મને.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

karīśa jō huṁ bhāvabharī bhakti prabhu tārī, tō pāmīśa tanē prabhu. viśvāsa anē prayatnanī ḍōrathī pāmavānī chē tanē. prabhu, śaṁkānuṁ haśē jyāṁ sthāna mārā hr̥dayamāṁ, kēma karīnē pāmuṁ tanē? pāmavānī tō vāta dūra, prabhu, tanē huṁ pōkārī paṇa nahīṁ śakuṁ. āvaśē jō manamāṁ kharāba vicāra, tō kēma karī thāśē mārī sadabuddhi? kyāṁthī malaśē manē māruṁ nirmala jīvana. muktinī tō vāta kyāṁ karuṁ prabhu jīvanamāṁ, paṇa muktapaṇē jīvī nahīṁ śakuṁ, nahīṁ banuṁ yōgya tārā ā viśvamāṁ. mānava avatāra laīnē utaravānuṁ huṁ gumāvīśa. ā tāruṁ āpēluṁ sthāna nahīṁ ōlakhuṁ jō huṁ samayanī aṁdara, tō pastāvuṁ paḍaśē manē bhavōbhava, rē prabhu.

haiyānā ā uchālā, kyāṁ sudhī manē satāvaśē? ēvā tō kēvā karma karyā prabhu mēṁ, jāṇa jēnī manē tō nathī, paṇa bhōgavavā ē tō paḍē chē? kyārē jōī śakīśa mārī adr̥śyatānē dr̥śyarūpē? kyāṁ sudhī janma lētī rahēśē navī-navī apēkṣāō mārā hr̥dayamāṁ? nāma laūṁ jyāṁ tāruṁ, icchā tyāṁ tō navī pragaṭa thāya chē. kyārē dūra karīśa ā mārī khōṭī ciṁtāōnē? nāma ja jāṇuṁ tāruṁ rē prabhu, na jāṇuṁ tārā nāmanā arthanē. tyāṁ tō yāda āvē mārī icchāō; navī ākāra laī pragaṭa thaīnē, rahuṁ chuṁ prabhu tārāthī dūra nē dūra. thākī gaī chuṁ prabhu huṁ havē; nathī śakti mārī pāsē prayatnanī paṇa, havē thākī gaī chuṁ huṁ ā jīvanathī prabhu. havē tō tuṁ samāvī lē manē tārī aṁdara, mukta kara ā baṁdhanōthī. jakaḍī lē tārī majabūta jaṁjīrōmāṁ, tārī muktinī ē āpī dē manē.
Explanation in English Increase Font Decrease Font

Only if I offer You deep, heartfelt devotion, O Lord, will I ultimately attain You. It is only through the shared tether of faith and effort that I am to reach You. O Lord, wherever doubt finds a home within my heart, how can I possibly attain You? Attaining You aside, O Lord, I will not even be able to call out Your name. If negative thoughts invade my mind, how will my intellect ever be purified? From where will I ever find a pure, unblemished life? Forget about achieving liberation in this life, Lord, I will not even be able to live freely, nor will I remain worthy of this world of Yours. I will completely waste the rare purpose of descending into this human incarnation. If I fail to recognize this sacred place given by You within the due bound of time, I will have to repent for lifetimes to come, O Lord.

How much longer will these restless surges of my heart continue to torment me? What kind of past deeds did I commit, O Lord, of which I have no knowledge, yet I am forced to endure their fruits? When will I finally be able to see my own unseen essence take a visible form? How much longer will these constantly renewing expectations keep taking birth within my heart? The exact moment I call out Your name, a brand new material desire instantly manifests there. When will You rid me of these futile, deceptive anxieties of mine? I only know your literal name, O Lord; I do not comprehend the profound truth behind it. And right there, my worldly desires rush to my memory; taking new shapes and manifesting, they keep me further and further away from You. I am utterly exhausted now, Lord; I no longer possess the strength to even try—I am weary of this worldly life, my Lord. Take me into Yourself now; dissolve my being into Yours, and set me free from these worldly shackles. Bind me tight within Your unyielding chains, and grant me that sacred prison of Your absolute liberation.
 

Previous
Previous
પ્રેમનો સાગર તારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો
Next
Next
છે તું તો ધીરજનો ભંડાર પ્રભુ



કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ. વિશ્વાસ અને પ્રયત્નની ડોરથી પામવાની છે તને. પ્રભુ, શંકાનું હશે જ્યાં સ્થાન મારા હૃદયમાં, કેમ કરીને પામું તને? પામવાની તો વાત દૂર, પ્રભુ, તને હું પોકારી પણ નહીં શકું. આવશે જો મનમાં ખરાબ વિચાર, તો કેમ કરી થાશે મારી સદબુદ્ધિ? ક્યાંથી મળશે મને મારું નિર્મળ જીવન. મુક્તિની તો વાત ક્યાં કરું પ્રભુ જીવનમાં, પણ મુક્તપણે જીવી નહીં શકું, નહીં બનું યોગ્ય તારા આ વિશ્વમાં. માનવ અવતાર લઈને ઉતરવાનું હું ગુમાવીશ. આ તારું આપેલું સ્થાન નહીં ઓળખું જો હું સમયની અંદર, તો પસ્તાવું પડશે મને ભવોભવ, રે પ્રભુ. હૈયાના આ ઉછાળા, ક્યાં સુધી મને સતાવશે? એવા તો કેવા કર્મ કર્યા પ્રભુ મેં, જાણ જેની મને તો નથી, પણ ભોગવવા એ તો પડે છે? ક્યારે જોઈ શકીશ મારી અદૃશ્યતાને દૃશ્યરૂપે? ક્યાં સુધી જન્મ લેતી રહેશે નવી-નવી અપેક્ષાઓ મારા હૃદયમાં? નામ લઊં જ્યાં તારું, ઇચ્છા ત્યાં તો નવી પ્રગટ થાય છે. ક્યારે દૂર કરીશ આ મારી ખોટી ચિંતાઓને? નામ જ જાણું તારું રે પ્રભુ, ન જાણું તારા નામના અર્થને. ત્યાં તો યાદ આવે મારી ઇચ્છાઓ; નવી આકાર લઈ પ્રગટ થઈને, રહું છું પ્રભુ તારાથી દૂર ને દૂર. થાકી ગઈ છું પ્રભુ હું હવે; નથી શક્તિ મારી પાસે પ્રયત્નની પણ, હવે થાકી ગઈ છું હું આ જીવનથી પ્રભુ. હવે તો તું સમાવી લે મને તારી અંદર, મુક્ત કર આ બંધનોથી. જકડી લે તારી મજબૂત જંજીરોમાં, તારી મુક્તિની એ આપી દે મને. કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ 1992-09-22 /conv_para/?title=karisha-jo-hum-bhavabhari-bhakti-prabhu-tari-to-pamisha-tane-prabhu