પ્રભુ, છે મારા હૈયે તો ભેળસેળ કષાયોની અને વિકારોની. કાઢવા પડશે તેને વીણી-વીણીને, એક-એક પથ્થર કાઢવા મારા હૃદયમાંથી. લાગશે તો ઘણી વાર પણ હૈયે ધરી હામ, કાઢવા પડશે બધા દુર્ગુણો મારા, અને એની જગ્યાએ મૂકવો પડશે સદ્ગુણો કેરો હાર, જે કદીય ન કરમાય અને હંમેશા મહેકતો જ રહે. પ્રભુ, છે આ કાર્ય તો મુશ્કેલ મારા માટે, પણ નથી તારા માટે કાંઈ મુશ્કેલ. મૂકું છું ભરોસો તારા પર પ્રભુ, બનાવજે મારા જીવનને નિર્મળથી પણ નિર્મળ.
- સંત શ્રી અલ્પા મા
|
Transliteration in English
|
|
prabhu, chē mārā haiyē tō bhēlasēla kaṣāyōnī anē vikārōnī. kāḍhavā paḍaśē tēnē vīṇī-vīṇīnē, ēka-ēka paththara kāḍhavā mārā hr̥dayamāṁthī. lāgaśē tō ghaṇī vāra paṇa haiyē dharī hāma, kāḍhavā paḍaśē badhā durguṇō mārā, anē ēnī jagyāē mūkavō paḍaśē sadguṇō kērō hāra, jē kadīya na karamāya anē haṁmēśā mahēkatō ja rahē. prabhu, chē ā kārya tō muśkēla mārā māṭē, paṇa nathī tārā māṭē kāṁī muśkēla. mūkuṁ chuṁ bharōsō tārā para prabhu, banāvajē mārā jīvananē nirmalathī paṇa nirmala.
|
Explanation in English
|
|
Oh Lord, my heart is filled with a chaotic mix of passions and impurities.
I will have to pick them out one by one, removing every single stone from within my heart.
It will take a long time, but holding courage in my heart, I must banish all my vices.
In their place, I must drape a garland of virtues—one that never fades and blooms with eternal fragrance.
Oh Lord, this task is indeed difficult for me, but nothing is impossible for You.
I place my absolute faith in You, my Lord; make my life purer than purity itself.
નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું
ન જાણું હું કાંઈએ, ન સમજું હું કાંઈએ, છું અબુધ તારો બાળ
|