પ્રગટશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા, તો દૂર થાશે હૈયાની કડવાશ આપમેળે. છે એ પ્રેમની પહેચાન કે નિસ્વાર્થ બની જઈશ તું સ્વાવલંબી. હશે જો ઊંડાણ તારા પ્રેમમાં, તો આવેલા ઉછાળા હૈયાના, હૈયામાં જ સમાવાના છે; નહીં ક્યારેય બહાર ઊભરાવાના છે. પણ હશે જો છીછરો પ્રેમ તારો, તો નહીં ઝીલે કડવાશ કોઈની; તોડી દરેક બંધન, એ તો કૂદતો ને કૂદતો રહેવાનો. પામશે થોડું, પણ ખોશે એ તો ઝાઝું.
- સંત શ્રી અલ્પા મા